‘સેબી’ નિયમનો ભંગ: કાર્વી સ્ટોક બ્રોકિંગનું લાઇસન્સ આખરે સસ્પેન્ડ

Friday 06th December 2019 05:43 EST
 
 

મુંબઇઃ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇંડિયા (‘સેબી’)ના નિયમોનું ઉલ્લંઘન કરનાર કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડનું લાઇસન્સ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડે (એનએસઇ) તમામ સેક્ટર માટે સસ્પેન્ડ કર્યું છે.
એક્સ્ચેન્જે સોમવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે કંપનીએ ‘સેબી’ના નિયમોનું પાલન ન કર્યું હોવાથી તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એનએસઇ ઉપરાંત બીએસઇ, મલ્ટિકોમોડિટી એક્સ્ચેન્જ અને એમએસઇઆઇ દ્વારા પણ આ દલાલ કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.
‘સેબી’એ ૨૨ નવેમ્બરના રોજ કરેલા આદેશને પગલે કાર્વીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાનું પગલું લેવામાં આવ્યું છે. આદેશમાં ‘સેબી’એ જણાવ્યું હતું કે તેની પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું હતું કે કંપનીએ ગ્રાહકોની સિક્યુરિટીઝનો દુરુપયોગ કરીને અન્ય હેતુસર તેનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કાર્વીએ ગ્રાહકોની સિક્યુરિટીઝને વેચી હતી અને કાર્વી રિયલ્ટી લિમિટેડ જેવી કંપનીને સંલગ્ન એકમોમાં જ નાણા ટ્રાન્સફર થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter