ક્રોકોચ પાર્ટીનું ડાન્સ ફ્લોર પર સેલિબ્રેશન

Thursday 30th July 2026 05:03 EDT
 
 

નવી દિલ્હી: એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની ફરજ પાડનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) હાલ સેલિબ્રેશન મોડમાં છે. લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતની ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ઘણાં વીડિયોમાં સીજેપી પ્રવક્તા સૌરભ દાસ, આશુતોષ રાંકા સહિત કોર ટીમના ડઝનબંધ લોકો લડકી બ્યુટીફુલ અને નાગિન ડાન્સ નચના સહિતના ફિલ્મી ગીતો પર નાચતા દેખાય છે.
એક તસવીરમાં સીજેપીનો સ્થાપક અભિજીત દીપકે પણ તેમની વચ્ચે બેસેલો દેખાયો હતો. એક વીડિયોમાં સૌરભ દાસે કેક કાપતાં કહ્યું કે તે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ખુશીમાં કેક કાપી રહ્યો છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ કહે છે.
જોકે, સોશિયલ મીડિયા પર ઘણાં યૂઝર્સ આ વીડિયો શેર કરીને સીજેપીના નેતાઓની ટીકા પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નીટ પેપર લીકને પગલે આપઘાત કરનારા વિદ્યાર્થીઓ માટે થયેલા આંદોલન બાદ આ રીતે ઉજવણી કરવી એ ખોટું છે. કેટલાકનું કહેવું હતું કે સમર્થકોએ પોલીસની લાઠીઓ ખાધી અને આંદોલન પૂરું થયા બાદ તેઓ બસો, ટ્રેનોમાં ઘરે જતા હતા ત્યારે સીજેપી નેતાઓ નાચતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter