ફિર એક બાર કેમરન સરકાર

Wednesday 13th May 2015 06:30 EDT
 
 

લંડનઃ વિશ્વના સૌથી જૂના લોકતંત્રમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં સત્તારૂઢ ટોરી પાર્ટીએ તમામ રાજકીય વિશ્લેષણોને ખોટા ઠેરવતાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ સંસદની કુલ ૬૫૦માંથી ૩૩૧ બેઠકો કબ્જે કરીને સ્પષ્ટ બહુમતી સાથે ડેવિડ કેમરનના નેતૃત્વમાં સરકાર રચી છે. ફરી એક વાર કેમરન સ્પષ્ટ બહુમતી સાથે વિજયી થતાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અભિનંદન આપતા લખ્યું હતુંઃ ‘ફિર એક બાર કેમરન સરકાર.’
મુખ્ય પ્રતિસ્પર્ધી અને એક સમયે સત્તાની દોડમાં સૌથી આગળ ગણાતી લેબર પાર્ટીના ધાર્યા કરતાં નબળા દેખાવના પગલે પક્ષના નેતા એડ મિલિબેન્ડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. બ્રિટનના મતદારોએ ગત ચૂંટણીની જેમ ત્રિશંકુ ચુકાદો આપવાના બદલે આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સોંપી છે. તે દર્શાવે છે કે લોકો સ્થિર સરકાર ઇચ્છે છે.
ચૂંટણીમાં ભારતવંશીઓનો ભવ્ય વિજય થયો છે. કિથ વાઝ, પ્રીતિ પટેલ, શૈલેષ વારા, વિરેન્દ્ર શર્મા, વેલેરી વાઝ, સીમા મલ્હોત્રા, ઈન્ફોસિસનાં સહસ્થાપક નારાયણ મૂર્તિનાં જમાઈ ઋષિ સુનાક વગેરે ભારે સરસાઈથી જીત્યા છે. આમ, બ્રિટનની સંસદમાં ૧૦ ભારતવંશીઓ બિરાજશે.

ચૂંટણી પરિણામ-૨૦૧૫
કુલ બેઠક-૬૫૦
જાહેર પરિણામ ૬૫૦
પક્ષ                                    બેઠક
કન્ઝર્વેટિવ પાર્ટી                      ૩૩૧
લેબર પાર્ટી                           ૨૩૨
સ્કોટિશ નેશનલ પાર્ટી                  ૫૬
લિબરલ ડેમોક્રેટ્સ                        ૮
ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી              ૮
સિન ફિન                                  ૪
પ્લેઈડ સીમરુ-પાર્ટી ઓફ વેલ્સ          ૩
એસડીએલપી                             ૩
અલ્સ્ટર યુનિ. પાર્ટી                      ૨
યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી                   ૧
ગ્રીન પાર્ટી                                 ૧
સ્વતંત્ર                                     ૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter