ભારત-અમેરિકા ટ્રેડ ડીલના શ્રીગણેશ...

પહેલા તબક્કાનું ફ્રેમવર્ક તૈયાર, આવતા મહિને હસ્તાક્ષર

Wednesday 11th February 2026 05:24 EST
 
 

નવી દિલ્હીઃ ભારત-અમેરિકાએ બહુચર્ચિત અને બહુપ્રતિક્ષીત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. શનિવારે જાહેર થયેલા આ વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર (બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ - BTA) અંતર્ગત બન્ને દેશો વેપારને વેગ આપવા માટે સંખ્યાબંધ માલસામાન પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડશે. સમજૂતી સાથે જ ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરના યુએસ માર્કેટના દરવાજા ખૂલી ગયા છે. અમેરિકા ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કરશે, જ્યારે ભારત અમેરિકાની તમામ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ તેમજ સંખ્યાબંધ ખાદ્ય અને કૃષિ પેદાશો પરથી ટેરિફ દૂર કરશે કે ઘટાડશે. આ કરાર પર માર્ચની મધ્યમાં હસ્તાક્ષર થવા ધારણા છે.
બીજી તરફ, પ્રેસિડન્ટ ટ્રમ્પે એક આદેશ થકી ભારત પર લદાયેલી 25 ટકા ટેરિફ પેનલ્ટી 7 ફેબ્રુઆરીથી નાબૂદ કરી છે. બન્ને દેશોએ નિવેદનમાં જણાવ્યું છે કે આ ફ્રેમવર્ક યુએસ-ભારત દ્વિપક્ષીય વેપાર કરાર વાટાઘાટો પ્રત્યે બન્ને દેશોની પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે. (વિશેષ અહેવાલ - પાન 21)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter