નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જુલાઈ એટલે કે શુક્રવારે સતત લાંબા સમય સુધી હોદ્દા પર રહેનારા દેશના બીજા વડાપ્રધાન બની ગયા છે. પીએમ મોદીએ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને પાછળ રાખી દીધો છે. હજુ સુધી સતત લાંબા સમય સુધી (16 વર્ષ 286 દિવસ) સુધી વડાપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામે છે. નરેન્દ્ર મોદી 1947 એટલે કે દેશની સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ જન્મેલા બિન-હિન્દી રાજ્યના લાંબા સમય સુધી હોદા - પર રહેનારા દેશના પહેલા વડાપ્રધાન છે.
ઇન્દિરા ગાંધીનો કાર્યકાળ 24 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ 1977 સુધી રહ્યો હતો. તેમનો કુલ કાર્યકાળ 4,077 દિવસનો હતો અને સોમવારે પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યકાળ 4,078 દિવસનો થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે નરેન્દ્ર મોદી છેલ્લા 24 વર્ષથી સત્તા પર છે. તેઓ પહેલા સતત ગુજરાતના સીએમ રહ્યા હતા અને ત્યારબાદ લગભગ 11 વર્ષથી તેઓ વડાપ્રધાન બનેલા છે. એક રસપ્રદ વાત એ છે કે પીએમ મોદી દેશની સ્વતંત્રતા બાદ જન્મનારા પહેલા એવા શખ્સ છે જે પીએમની ખુરશી પર વિરાજમાન છે.