નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે મંગળવારે તેના ત્રીજા શાસનકાળના બે વર્ષ પૂરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શાસક જ્યારે આમ જનતાએ મૂકેલા વિશ્વાસને વિકાસમાં પરિવર્તીત કરીને જનકલ્યાણને પ્રાધાન્ય આપે છે ત્યારે ઇતિહાસ રચાતો હોય છે. મોદી સરકારની પણ આ જ કહાણી છે. મોદી સરકારના ત્રીજા વર્ષમાં પ્રવેશ સાથે જ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. લોકલાડીલા નેતા અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહેવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. 64 વર્ષ જૂનો આ વિક્રમ અત્યાર સુધી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે 4397 દિવસ દેશનું સુકાન સંભાળ્યું હતું. મોદીએ 9 જૂને વડાપ્રધાન પદે 4398 દિવસ પૂરા કર્યા છે.
(વિશેષ અહેવાલ • પાન 17)


