વીતેલા વર્ષ ૨૦૧૯નું વિહંગાવલોકનઃ ભારત

Tuesday 07th January 2020 05:42 EST
 
 

વીતેલા વર્ષ ૨૦૧૯ દરમિયાન રાષ્ટ્રીય તખતે બનેલી વિવિધ ઘટનાઓની આછેરી ઝલક...

જાન્યુઆરી
• આર્થિક નબળા સવર્ણો માટે ૧૦ ટકા અનામત
• કૌભાંડી માલ્યા ભારતનો પ્રથમ ‘આર્થિક ભાગેડુ’ અપરાધી જાહેર
• પાકિસ્તાની હનીટ્રેપઃ ભારતીય સૈન્યના ૫૦ જવાનોને ફસાવ્યા
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ
• ગુજરાતના ડી. જે. પાંડિયન એશિયન બેંકમાં વાઈસ પ્રેસિડેન્ટ
• કર્ણાટકના સિદ્ધગંગા મઠાધિપતિ શિવકુમાર સ્વામી બ્રહ્મલીન
• સીબીઆઈમાંથી એ. કે. વર્મા પછી રાકેશ અસ્થાનાને હટાવાયા
• પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ, ભૂપેન હજારિકાને ભારતરત્ન
• નીરવ મોદીનો મુંબઈસ્થિત રૂ. ૧૦૦ કરોડનો બંગલો તોડાયો
• ભારતે એન્ટિ-રેડિએશન મિસાઈલનું પરીક્ષણ કર્યું
• વિખ્યાત લેખિકા કૃષ્ણા સોબતીનું અવસાન
• ગોવામાં જાહેર સ્થળોએ દારૂબંધી ઘોષિત

ફેબ્રુઆરી
• વિજય માલ્યાને ભારતને સોંપવાનો બ્રિટનનો આદેશ
• કુંભમેળામાં મૌની અમાવસ્યાએ પાંચ કરોડ શ્રદ્ધાળુઓની ડૂબકી
• સર્જિકલ સ્ટ્રાઈક–ટુ: જૈશના આતંકી કેમ્પ તબાહ, ૩૦૦ આતંકીનો ખાતમો
• નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કાર
• આસામના ગોલાઘાટમાં લઠ્ઠાકાંડઃ મૃતકાંક ૧૦૦ને પાર
• ઉત્તર પ્રદેશમાં જગદગુરુ હંસદેવાચાર્યનું નિધન
• ફિલ્મમેકર રાજકુમાર બડજાત્યાનું નિધન

માર્ચ
• પુલવામાનો બદલો લેવા બાલાકોટમાં ટાર્ગેટ પર હુમલોઃ એર ચીફ
• ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વતન વાપસી
• ગાંધીજીની હત્યાની ફેરતપાસ નહીંઃ સુપ્રીમ કોર્ટ
• પત્નીને છોડી જનારા ૪૫ બિનનિવાસી ભારતીયોના પાસપોર્ટ રદઃ મેનકા ગાંધી
• કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામીની રૂ. ૫૨ કરોડની સંપત્તિ જપ્ત
• પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ ઠારઃ ૨૧ દિવસમાં ૧૮ આતંકીનો સફાયો
• ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકરનું નિધન
• મુંબઈમાં સીએસટી ફૂટ ઓવરબ્રિજ તૂટતાં પાંચનાં મોત
• રૂ. ૫૫૦ કરોડના ચૂકવણામાં અનિલને મોટા ભાઈ મુકેશ અંબાણીએ મદદ કરી
• જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને તેમનાં પત્નીનું બોર્ડમાંથી રાજીનામું
• ઇન્ડિયન એરફોર્સમાં ૪ ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ
• જોધપુરમાં અસ્થિ-બેંકનો પ્રારંભ
• કર્ણાટકમાં આઈટી દ્વારા રૂ. ૮૦૦ કરોડોની વિદેશી સંપત્તિ જપ્ત
• યેદિયુરપ્પા પર ભાજપને રૂ. ૧૮૦૦ કરોડની લાંચ આપ્યાનો આરોપ
• સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં બધા આરોપી મુક્ત

એપ્રિલ
• ‘ઈસરો’એ ૨૯ ઉપગ્રહો સાથે પીએસએલવી રોકેટ અંતરીક્ષમાં મોકલ્યું
• જમ્મુ અને કાશ્મીર માટે અલગ વડા પ્રધાન – રાષ્ટ્રપતિની માગ કરતા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા
• અલગાવવાદી સૈયદ અલી ગિલાનીનું મકાન જપ્ત
• જોધપુરમાં મિગ-૨૭ ફાઈટર પ્લેન ક્રેશ
• ઓનલાઈન ગ્રાહકો સાથે રૂ. ૨૦૦ કરોડનું ફ્રોડઃ કંપનીના માલિકની ધરપકડ
• રૂ. ૨૮૧ કરોડનું કેશકૌભાંડઃ કમલ નાથના ૪ સાથીને ત્યાં દરોડા
• દંતેવાડામાં નક્સલી હુમલોઃ ભાજપી ધારાસભ્ય સહિત ૫નાં મોત
• વિપ્રોના ૪.૪ કરોડ એનિમી શેર સરકારે રૂ. ૧૧૦૦ કરોડમાં વેચ્યા
• જૈશ-એ-મોહમ્મદના સઈદ હિલાલ અંદ્રાબીની ધરપકડ
• નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ
• મારી સામે યૌનઉત્પીડનનો આરોપ વાહિયાતઃ ચીફ જસ્ટિસ
• કરકરેનું મારા શ્રાપથી નિધન, બાબરી તોડવાનું મને ગૌરવઃ સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી વિવાદ
• મંદિરમાં પૂજા વખતે લપસતાં શશિ થરૂરને માથામાં ૧૧ ટાંકા
• શું તમે બ્રિટિશ છો? રાહુલ ગાંધીના નગરિકત્વ પર સવાલ

મે
• ફેની વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ ૧૨થી વધુનાં મોત
• ચેન્નઈના લોટરી કિંગ માર્ટિન સાનડિયાગોને ત્યાં દરોડાઃ ૫૯૫ કરોડ સહિતનો દલ્લો મળ્યો.
• જમ્મુ કાશ્મીરઃ આતંકી બુરહાન વાની અને લતિફ અહેમદ ઠાર
• મહારાષ્ટ્ર દિને ગઢચિરોલીમાં નક્સલી હુમલોઃ ૧૬ જવાન શહીદ
• લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો લોહિયાળઃ બંગાળમાં બે કાર્યકરોની હત્યા
• આઈટીસી ચેરમેન વાય. સી. દેવેશ્વરનું નિધન
• મધર ડેરીમાં રૂ. ૧૦૦૦ કરોડના કૌભાંડની ફરિયાદ
• અરુણાચલમાં ધારાસભ્ય તિરોંગ સહિત ૧૧ની હત્યા
• દિલ્હીની રાજગાદી પર ફરી મોદી સરકારઃ ભાજપ અને સાથી પક્ષોનો ૫૪૨માંથી ૩૫૩ બેઠકો પર ધમાકેદાર વિજય

જૂન
• નાટ્ય અને ફિલ્મ અભિનેતા-લેખક ગિરિશ કર્નાડનું નિધન
• વિખ્યાત પારસી કલાકાર દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન
• બોમ્બ ખરીદવા માટે ભારત-ઈઝરાયલ વચ્ચે સોદો
• પંજાબ સરકારમાંથી ક્રિકેટર-કોમેડિયન નવજોત સિદ્ધુની હકાલપટ્ટી
• બિહારમાં કાળમૂખો તાવઃ ૧૦૦ બાળકોને ભરખી ગયો
• ભારતમાતા મંદિરના સ્થાપક સ્વામી સત્યમિત્રાનંદજી બ્રહ્મલીન
• બિરલા સૂર્યા લિમિટેડના નિર્દેશક યશોવર્ધન બિરલા નાદાર
• ઈસ્લામિક બેંકના નામે બેંગલુરુમાં મુસ્લિમોને રૂ. ૧૫૦૦
કરોડનો ચૂનો
• જે. પી. નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter