155 દેશોની નદીઓનાં જળથી શ્રીરામનો જળાભિષેક

Saturday 29th April 2023 05:43 EDT
 
 

અયોધ્યા: 7 મહાદ્વીપનાં 155 દેશોની નદીઓ અને સમુદ્રનાં જળથી ભગવાન શ્રી રામનાં નિર્માણાધિન મંદિરની શિલાઓનો જળાભિષેક કરવાની ધાર્મિક વિધિ રવિવારે યોજવામાં આવી હતી. જળાભિષેક દરમિયાન દેશનાં જુદા જુદા ભાગોમાંથી આવેલા સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ પ્રસંગે 40થી વધુ દેશોનાં રાજદૂતો અને પ્રવાસી નાગરિકોએ હાજરી આપી હતી.
155 દેશોની નદીઓ અને દરિયામાંથી જળ અયોધ્યા પહોંચ્યા છે તેની પાછળ પણ એક અનોખી બાબત જોડાયેલી છે. નાનકડા કળશમાં નદીનાં જળને અયોધ્યા સુધી લાવવાની બાબત સરળ નહોતી. જળને અયોધ્યા લાવવામાં 31 મહિનાનો સમય લાગ્યો છે. આનો સંકલ્પ કોરોનાકાળમાં કરવામાં આવ્યા બાદ આ વિચારને મૂર્તિમંત કરવા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે નદીઓનું જળ ભારત પહોંચવા લાગ્યું હતું. દુનિયાભરમાંથી આવેલા વિવિધ નદીઓના જળમાં પાકિસ્તાનની રાવી અને સિંધુ નદીનાં જળ પણ સામેલ છે. પાકિસ્તાન ઉપરાંત અહીં રશિયા, ઉઝબેકિસ્તાન, અમેરિકા, ચીન, અફઘાનિસ્તાન જેવા દેશોની નદીના જળ પણ પહોંચ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter