અમદાવાદઃ વર્ષ 2023માં શ્રાવણ માસ અધિક માસ છે. 19 વર્ષ પછી શ્રાવણમાં અધિક માસ આવશે. આમ આ વર્ષે ભગવાન શંકરની આરાધનાના 59 દિવસ રહેશે. જાન્યુઆરીથી જૂન સુધી આવતા તહેવારો 10-11 દિવસ વહેલા આવશે, જ્યારે રક્ષાબંધન, ગણેશ નવરાત્રી, દશેરા-દીપાવલીના તહેવારો આ વખતે અધિક માસના કારણે ગયા વર્ષની સરખામણીમાં 19 દિવસ મોડા આવશે. છેલ્લે 2004માં શ્રાવણ માસમાં અધિક માસ હતો, ત્યાર બાદ આ વખતે શ્રાવણ માસ અધિક માસ રહેશે. શ્રાવણ મહિનો 18 જુલાઈથી શરૂ થાય છે જે 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે શ્રાવણ માસમાં આઠ સોમવાર આવશે, જેના કારણે આ વખતે ચાતુર્માસ પણ ચારને બદલે પાંચ મહિનાનો રહેશે.
દર ત્રણ વર્ષે એક વાર આવે છે અધિક માસ
અધિક માસ (પુરુષોત્તમ માસ) આવે છે. પંડિતોના મતે અધિક માસ દર 32 મહિને આવે છે, જેમાં 16 દિવસ અને 8 કલાકનો તફાવત હોય છે. સૌર મહિનો 365 દિવસ અને છ કલાકનો છે, જ્યારે ચંદ્ર મહિનો છે, બંને વચ્ચે 11 દિવસનો તફાવત એક મહિનાનો થઈ જાય છે. આ તફાવતને દૂર કરવા દર ત્રણ વર્ષે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે.

