IMO ઈસ્ટ આફ્રિકા દ્વારા એક્ઝિક્યુટિવ ડિનર રિસેપ્શનનું આયોજન

Wednesday 15th July 2026 07:36 EDT
 
 

નાઈરોબીઃ ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશન (IMO ઈસ્ટ આફ્રિકા) દ્વારા નાઈરોબીના જનરલ માથેન્ગે રોડસ્થિત મિક્સ ગ્રિલ રેસ્ટારાં ખાતે કોમ્યુનિટી સહકાર અને કોન્ટિનેન્ટલ એન્ટરપ્રાઈઝ એકીકરણ સંદર્ભે એક્ઝિક્યુટિવ ડિનર રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈરોબીની બિઝનેસ કોમ્યુનિટીએ એક થઈને ઈસ્ટ આફ્રિકાના સ્ટ્રેટેજિક વિઝન 100 રોડમેપને સમર્થન આપ્યું હતું. હાઈ પ્રોફાઈલ ઈવેન્ટમાં ઈસ્ટ આફ્રિકાના 40થી વધુ સૌથી અગ્રેસર ઈન્ડસ્ટ્રીઆલિસ્ટ્સ, ફાઈનાન્સિઅલ અગ્રણીઓ, ઈન્ટરનેશનલ રાજદ્વારીઓ એકત્ર થયા હતા.

IMO ઈસ્ટ આફ્રિકાના કોમ્યુનિકેશન્સ હેડ અબ્દુલરહીમ હારુનાનીના સંબોધન સાથે કાર્યવાહીનો આરંભ થયો હતો. આ પછી, યંગ મેમણ ઈસ્ટ આફ્રિકાના સેક્રેટરી હમઝા યાકુબ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. વિસ્તારની આધુનિક સંસ્થાના પુનઃજન્મના શિલ્પી શાહિદ યાકુબ (વાઈસ પ્રેસિડેન્ટ-IMOઈસ્ટ આફ્રિકા) દ્વારા વિઝન 100 રોડમેપને દર્શાવતું મહત્ત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. તેમણે કોમ્યુનિટીના એકલવાયાપણાના જૂના મોડેલ્સને ફગાવી સહકાર દ્વારા એકતા અને આગળનું વિચારવાની રણનીતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. શાહિદ યાકુબે આગામી IMO ગ્લોબલ કનેક્ટ મેમણ એપ અને વેબ પ્લેટફોર્મની ટેક્નિકલ બ્લુપ્રિન્ટ વિશે પણ જણાવ્યું હતું. તેમણે પોતાના નેતૃત્વ હેઠળ હાંસલ કરાયેલા શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય સ્ટ્રેટેજિક ઈન્ટરનેશનલ એલાયન્સીસ વિશે પણ માહિતી આપી હતી.

IMOના ઈન્ટરનેશનલ પેટ્રન ઈકબાલ અડવાણીએ વૈશ્વિક એકતાની હિમાયત કરતા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી આગામી ચૂંટણીઓ માટે નવી સૂચિત ગ્લોબલ લીડરશિપની રજૂઆત કરી હતી. આ પાવરહાઉસ ટીમ વિઝન 100 રોડમેપને આગળ વધારવા તૈયાર કરાઈ છે જેમાં પ્રેસિડેન્ટ- અબ્દુલ્લાહ ગડાવાલા, ડેપ્યુટી પ્રેસિડેન્ટ- શેમીર યાકુબ, જનરલ સેક્રેટરી- યુસુફ ચામડીઆ, જોઈન્ટ સેક્રેટરી- શાહિદ યાકુબ (અને વાઈસ પ્રેસિડેન્ટ-ઈસ્ટ આફ્રિકા ચેપ્ટર) તેમજ ટ્રેઝરર- અયાઝ અમીનનો સમાવેશ થાય છે.

ઈકબાલ અડવાણીએ શાહિદ યાકુબની રાહબરી હેઠળ ઈસ્ટ આફ્રિકા ચેપ્ટરની અભૂતપૂર્વ કામગીરીને બિરદાવી નાઈરોબીને વૈશ્વિક સંસ્થાના આધુનિકીકરણ અને કાનૂની સ્વીકાર્યતાના પ્રતીક તરીકે ગણાવ્યું હતું. અડવાણીએ એકતા, જોડાણ અને સહકારના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે સંસ્થાઓ વચ્ચે અનાવશ્યક સંઘર્ષ વિરુદ્ધ ચેતવણી પણ ઉચ્ચારી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે IMO, MLF, WMO અને વિશ્વભરની જમાતો અને તમામ સંસ્થાઓ વચ્ચે સાચો સહકાર હાંસલ કરી શકાશે.

ગ્લોબલ ડેપ્યુટી પ્રેસિડેન્ટ શેમીર યાકુબે પણ સામૂહિક સમર્થનની શક્તિ વિશે લાગણી વ્યક્ત કરી હતી. યુનાઈટેડ એશિયન નેટવર્ક (UAN)ના ડેપ્યુટી ચેરમેન અમિત ઠક્કરે ઈસ્ટ આફ્રિકન ચેપ્ટર દ્વારા સ્થાપિત સંસ્થાકીય માળખાની વ્યાપકતાને બિરદાવી હતી. જાણીતા ઉદ્યોગપતિ વિમલ શાહે પણ શાહિદ યાકુબના આર્થિક એકીકરણના સિદ્ધાંતોનો મજબૂતપણે પડઘો પાડ્યો હતો. અગ્રણી બિઝનેસમેન ઝરાક ખાન, ઓખાઈ મેમણ જમાતના ચેરમેન સાજિદ અબ્દુલરહેમાને પણ વિઝન 100 ઈનિશિયેટિવને જોરદાર સમર્થન આપ્યું હતું. ઈવેન્ટમાં દાઉદી બોહરા કોમ્યુનિટી, નાસેરપુરીઆ મેમણ જમાત નાઈરોબી, કુટ્ચી સુન્ની જમાત કેન્યા, NAMLEF, પાકિસ્તાન કોમ્યુનિટી અને સ્ટાર ઓફ હોપ એસોસિયેશન સહિતના અગ્રણી જૂથોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter