મુંબઈ, લંડનઃ શ્રી લોહાણા મહાપરિષદ (SLM) દ્વારા આયોજિત ત્રિદવસીય લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) એક્સ્પો 2026ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે, જે ગ્લોબલ બિઝનેસ કોલબરેશન અને નેટવર્કિંગ ક્ષેત્રે નોંધપાત્ર સીમાચિહ્ન બની રહ્યું છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી યોજાયેલાં એક્સ્પોમાં 25,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 30 કરતાં વધુ દેશમાંથી પાર્ટિસિપેન્ટ્સ ભાગ લેવા આવ્યા હતા અને 250થી વધુ સ્ટોલ્સ લાગ્યા હતા. આમ, આ એકસ્પો મુંબઈમાં આયોજિત સૌથી અસરકારક ઈન્ટરનેશનલ બિઝનેસ પ્લેટફોર્મ્સમાં એક પુરવાર થયેલ છે.
આ ઈવેન્ટમાં જોશપૂર્ણ પ્રદર્શન હતું, જેમાં અગ્રણી બ્રાન્ડ્સ, ઈનોવેટર્સ, અને ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો સામેલ થયા હતા, જેના થકી નેટવર્કિંગ, કોલબરેશન અને બિઝનેસ વૃદ્ધિનું મજબૂત પ્લેટફોર્મ રચાયું હતું. પ્રદર્શનની સાથોસાથ ખૂબ અસરકારક કોન્ફરન્સીસ અને વિચારવિમર્શના સત્રો થકી પણ ઈન્ડ્સ્ટ્રીના પ્રવાહો અને ગ્લોબલ તકો વિશે અમૂલ્ય સમજ પ્રાપ્ત થઈ શકી હતી.
આ એકસ્પો મારફત વૈશ્વિક પ્રતિનિધિમંડળો એક મંચ પર આવ્યાં હતાં, જેનાથી અર્થસભર વાર્તાલાપ અને્ સરહદ પારની પાર્ટનરશિપ્સ શક્ય બની હતી. ઈન્ડસ્ટ્રીના અગ્રેસરો, એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સ વચ્ચે ગહન ચર્ચાઓ યોજાઈ હતી જેના થકી આઈડિયાઝને વાસ્તવિક બિઝનેસ તકોમાં રુપાંતરિત કરવામાં મદદ મળી હતી.
સમગ્ર ઈન્ડસ્ટ્રીઝમાં કલ્પનાશીલ મહાનુભાવો-વિઝનરીઝ, પરિવર્તન શક્ય બનાવનારાઓ અને બિઝનેસીસને તેમના ઈનોવેશન્સ, પ્રગતિ અને નેતૃત્ત્વને બિરદાવવા સાથે સફળ ઈવેન્ટનું સમાપન થયું હતુ.
(વિસ્તૃત અહેવાલ આગામી અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.)


