નાઈરોબીઃ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ (SCLPS) નાઈરોબી યુથ લીગ દ્વારા ડિસેમ્બરના અંત ભાગમાં SCLPS સમાજ ગ્રાઉન્ડ ખાતે ‘ધ સાઉન્ડ ઓફ ડિસેમ્બર’ નામે સાંસ્કૃતિક સાંજનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં જીવંત બોલીવૂડ લાઈવ કોન્સર્ટ પછી ઉત્સાહપૂર્ણ ગરબાની રાત્રિરંગત જામી હતી તેમજ ઊજવણી અને બંધુત્વનું વાતાવરણ રચાયું હતું.
આ કાર્યક્રમમાં નાઈરોબીના ઓડિયન્સ સમક્ષ પરફોર્મન્સ આપવા ખાસ ભારતથી આવેલા પ્રસિદ્ધ કલાકારો નીતિન વરસાણી, પૂનમ ગઢવી, ભૂમિકા જોશી, અનિરુધ આહિર, રાજ ગઢવી, મુજ્તબા અઝીઝ અને ચિંતન રાણા સાથે તાક ધૂમ મ્યૂઝિક દ્વારા સંગીતમય નજરાણું પેશ કરાયું હતું.
નિઃશુલ્ક મપ્રવેશ સાથેના ઈવેન્ટમાં યુવાનો અને પરિવારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સંગીત, સંસ્કૃતિ અને સહભાગી ઉત્સવી ભાવના સાથે સમગ્ર કોમ્યુનિટી એકત્ર થઈ હતી. મોડી રાત સુધી ચાલેલા ઉત્સાહપૂર્ણ ગરબાની જોરદાર રમઝટ સાથે નોંધપાત્રપણે સફળ ઈવેન્ટની સાંજનું સમાપન થયું હતું
(ફોટોસૌજન્યઃ SCLPS facebook)


