અયોધ્યામાં હનુમાનજીની ગાથા હવે 7-ડીમાં જોવા મળશે

Saturday 04th April 2026 06:50 EDT
 
 

અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે. આ આધુનિક ગેલેરીમાં એકસાથે લગભગ 30 લોકો સાથે બેસીને દિવ્ય અનુભવનો આનંદ લઇ શકશે. ખાસ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલ આ પ્રસ્તુતી દર્શકોને એવો અનુભવ કરાવશે કે જાણે તેઓ સ્વયં હનુમાનજીના જીવન પ્રસંગોના સાક્ષી બન્યા છે. 17મીનિટની આ દિવ્ય પ્રસ્તુતીમાં હિન્દી અને અંગ્રેજીમાં હનુમાનજીની ગાથા પ્રસ્તુત કરવામાં આવશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter