અર્થનો અનર્થ ન થાય, સાર્થક થાય એ જ સાચુ ધન: પૂ. મોરારીબાપુ

Thursday 30th July 2026 06:24 EDT
 
 

નાઇરોબીઃ દક્ષિણ આફ્રિકાના કેન્યામાં કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’માં પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં જીવન જીવવાની બધી જ ચાવીઓ દર્શાવાઇ છે. એમાં અર્થોપાજન એટલે કે ધન-પૈસા કમાવવાની પણ હિમાયત છે. ખૂબ પૈસા કમાઓ પણ એના પાંચ માર્ગો બતાવાયા છે. એક તો, ખુબ અર્થોપાજન કરો પણ કોઇને નુકસાન ન થાય તે રીતે કમાઓ, બીજું - શરીરને સાચવીને ધન કમાવો, ઘણા લોકો સ્વાસ્થ્યના ભોગે જ કમાયા કરે છે!, ત્રીજું - પુરુષાર્થથી નીતિ મુજબ અને પ્રમાણિકતાથી અર્થોપાજન કરવું, ચોથું - ધર્મસંમત ધન કમાવવું અને પાંચમું - જરૂરી વસ્તુ કે પોતાનો સ્વાધ્યાય ચૂકી જવાય એ રીતે ધન ન કમાવવું. ધર્મ ચૂકી જવાય, આંસુ (સંવેદનશીલતા) ચૂકી જવાય એ રીતે અર્થોપાજન ન કરવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter