આતંકનો ઓથારઃ બ્રિટનમાં સેલ્ફ ડિફેન્સ ક્લાસની માંગમાં તીવ્ર ઉછાળો

Thursday 15th June 2017 07:44 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં ત્રણ મહિનામાં ત્રણ આતંકી હુમલા થયા બાદ સેલ્ફ ડિફેન્સ ક્લાસની માગ ૭૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમ્બેટ એકેડેમીના ચીફ ઇન્સ્ટ્રક્ટર રીસ કોકરે કહ્યું કે વેઇટિંગ લિસ્ટ એટલું લાંબું છે કે આવતા મહિને પણ ભાગ્યે જ કોઇ નવાને એન્ટ્રી મળશે. તેમણે કહ્યું હતું કે લોકો એવું માને છે કે બોમ્બ બ્લાસ્ટ કે ગોળીબાર થાય તો તો તમે કંઈ ન કરી શકો, પરંતુ છુરાબાજીના સમયે સેલ્ફ ડિફેન્સ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લંડન બ્રિજ પર થયેલા હુમલામાં ત્રણ આતંકીઓએ લોકો પર ધારદાર ચપ્પુથી હુમલો કર્યો હતો. બ્રિટિશ એકેડેમીના હેડ જ્હોન એડક્રોફ્ટે કહ્યું કે વેસ્ટમિન્સ્ટર હુમલાના એક દિવસ પછી અમે સેલ્ફ ડિફેન્સની ટ્રાયલ ક્લાસ શરૂ કર્યા હતા. લોકોએ ટ્રાયલ ક્લાસમાં ભાગ લીધા બાદ ફર્સ્ટ એઇડની માહિતી પણ માંગવાનું શરૂ કર્યું છે, જેથી તાકીદના સમયે જરૂરતમંદને સત્વરે પ્રાથમિક સારવાર આપી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter