એન્ડી સ્ટ્રીટ વેસ્ટ મિડલેન્ડ્સમાં લઘુમતીના વિકાસ માટે સજ્જ

રુપાંજના દત્તા Wednesday 26th April 2017 06:55 EDT
 
 

લંડનઃ એન્ડી સ્ટ્રીટ CBEએ આગામી ૪ મે ૨૦૧૭ના રોજ યોજાનારી વેસ્ટ મિડલેન્ડસના મેયરપદની ચૂંટણી માટે તેમની કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા પસંદગી થતાં જહોન લેવિસ ડિપાર્ટમેન્ટ ચેઈનના વડાનો હોદ્દો છોડી દીધો હતો. તેમણે ૩૦ વર્ષ સુધી આ ચેઈનનું સંચાલન કર્યું હતું.

એક સર્વેમાં જણાયું હતું કે ટોરીના એન્ડી સ્ટ્રીટ અને લેબરના સિયોન સાયમન MEP બન્નેને ૩૩- ૩૩ ટકા પ્રેફરન્સ વોટ્સ મળશે. જોકે, ચૂંટણી જીતવા માટે કોઈકે ૫૦ ટકાથી વધુ મત મેળવવા પડશે. સર્વેક્ષણમાં લાંબા ગાળે એન્ડી કરતાં સાયમન આગળ નીકળે તેવો અંદાજ છે. પરંતુ, એન્ડીને લેબર પાર્ટીની વર્તમાન સ્થિતિનો ફાયદો મળશે.

એન્ડીએ ટેલિફોનિક ઈન્ટરવ્યુમાં ‘ગુજરાત સમાચાર’- ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું,‘ ચૂંટણીના દિવસે જે મતદાન થાય તેની સાથે જ નિસબત છે. મને વેસ્ટ મિડલેન્ડ્સની સેવા કરવાની મહત્ત્વની તક મળી છે અને તેમાંથી પીછેહઠ નહિ કરવાનો મેં નિર્ણય લીધો છે.’ એન્ડીએ જણાવ્યું હતું,‘ મેં ગુરુદ્વારા, હિંદુ મંદિરો, મસ્જિદોમાં એશિયન સમુદાય સાથે વાતચીત કરી છે. મીડલેન્ડ્સના અર્થતંત્રના વિકાસમાં આ કોમ્યુનિટીની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી છે. હું મેયર તરીકે ચૂંટાઈશ તો કોઈપણ કોમ્યુનિટી બાકાત ન રહે તે રીતે એકસમાન સમૃદ્ધિ લાવીશ અને વેસ્ટ મિડલેન્ડ્સને એક સફળ ગાથા બનાવીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter