કુમકુમ મંદિરના સંતગણની લંડન પધરામણીઃ લંડન મંદિરનો દસમો પાટોત્સવ ઉજવાશે

આપણા અતિથિ

Sunday 09th July 2023 07:11 EDT
 
 

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ (મણિનગર)ના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે 16 જુલાઇના રોજ લંડન પધારી રહ્યા છે. સંતગણ 16 ઓગસ્ટ સુધી લંડનના પાર રોડ - સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - કુમકુમ ખાતે નિવાસ કરશે અને દરરોજ સાંજે 7.00થી 9.00 સત્સંગ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભાવિક ભક્તોને અમૃતવાણીનો લાભ આપશે. બ્રિટન વિચરણ દરમિયાન કિર્તનભક્તિ, શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, શ્રી હરિનું ષોડ્શોપચારથી પૂજન, સામૂહિક આરતી, યુવા શિબિર આદિ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, લંડન સ્થિત કુમકુમ મંદિર છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. આગામી છઠ્ઠી ઓગષ્ટના રોજ મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી લંડનની ભૂમિ ઉપર આઠ વખત પધાર્યા છે. વધુ માહિતી માટે સંપર્કઃ જાદુભાઈ હીરાણી - 4447917080602


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter