નાઈરોબીઃ કેન્યાના 62મા આઝાદી દિવસ-જામ્હુરી ડે 2025ની ઊજવણી નિમિત્તે પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ તમામ ક્ષેત્રમાં કેન્યાવાસીઓની વિશિષ્ટ અને અભૂતપૂર્વ યોગદાનની કદર કરી હતી અને આ વિભુષિત મહાનુભાવોના નામ 11મી ડિસેમ્બરે કેન્યા ગેઝેટ નંબર 259માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
આ મહાનુભાવોમાં કોમ્યુનિટીના 12 સભ્યોનો સમાવેશ કરાયો હતો જેમાં, દાઉદ અબ્દુલ રહીમને ફર્સ્ટ ક્લાસઃ ચીફ ઓફ ધ બર્નિંગ સ્પીઅર (CBS)નો એવોર્ડ એનાયત કરાયો હતો. શાહ કિરણ રતિલાલ, નૂરાની હાસનીન શબીર, રિશિ જટાણીઆ,માનજી મીનાઝઅલી રજબઅલી અને દિવંગત નવરોજી ફીરોઝ (મરણોત્તર)ને સેકન્ડ ક્લાસઃ એલ્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બર્નિંગ સ્પીઅર (EBS)નો એવોર્ડ એનાયત કરાયા હતા. જ્યારે થર્ડ ક્લાસઃ મોરાન ઓફ ધ ઓર્ડર ઓફ ધ બર્નિંગ સ્પીઅર (MBS)ના એવોર્ડ ડો. અશાની કુરજી લાલજી અને ડો. વાલજી હિરજી પ્રેમજીને એનાયત કરાયા હતા.
લાયન્સ સાઈટફર્સ્ટ આઈ હોસ્પિટલના જનરલ મેનેજર ડો.પીરભોય રિઝવાના જે ઓર્ડર ઓફ ધ ગ્રાન્ડ વોરિયર (OGW) ઓફ કેન્યાથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, જાયન્ટ્સ ગ્રૂપ ઓફ નાઈરોબી ટ્વિગાના દેસાઈ મૂકેશ પ્રફુલચંદ્ર, રસના વારાહ તેમજ ટુગેધર ફોર બેટર ફાઉન્ડેશનના ડો. વરસાણી અરુણા માવજીને હેડ ઓફ સ્ટેટ્સ કમાન્ડેશન (સિવિલિયન ડિવિઝન) થકી સન્માનિત કરાયા હતા.


