ગુજરાતની પ્રતિભાશાળી આર્યા ચાવડા બ્રિટનના પ્રવાસેઃ સેમિનારમાં હાજરી આપશે

Wednesday 20th September 2023 05:02 EDT
 
 

લંડનઃ નાની વયે મોટી નામના મેળવનાર અમદાવાદની આર્યા ચાવડા બ્રિટનના પ્રવાસે આવી છે. ગુજરાતના જાણીતા ગેસ્ટ્રો સર્જન ડો. હિતેષ ચાવડાની પુત્રી અને લેખક - ઇલસ્ટ્રેટર - સ્પીકર તેમજ હેરિટેજ તથા એન્વાયર્ન્મેન્ટ યોદ્ધા તરીકે આગવી નામના ધરાવતી આર્યા લંડનના આંગણે હેરિટેજ એન્ડ એન્વાર્યન્મેન્ટલ સેમિનાર ‘સસ્ટેઇનેબલ લિવિંગ - કેરિંગ ફોર ક્લાઇમેટ’માં સૌથી યુવા ડેલિગેટ તરીકે ભાગ લેશે. આ ઇન્ટરનેશનલ કોન્ક્લેવ તા. 23 સપ્ટેમ્બરના રોજ કેન્ટન મેથોડિસ્ટ ચર્ચ (315 કેન્ટર રોડ HA3 0HT) ખાતે યોજાયો છે. 23 સપ્ટેમ્બરના રોજ દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ક્લેવમાં સૌથી યુવા ડેલિગેટ તરીકે હાજરી આપશે.
આર્યા બ્રિટનમાં રોકાણ દરમિયાન 22 સપ્ટેમ્બરના રોજ સાંજે 4.30 કલાકે ભારતીય દૂતાવાસ ખાતે ભારતીય હાઇ કમિશનની મુલાકાત જ્યારે 25મીએ સાંજે 4 વાગ્યે ધ નેહરુ સેન્ટરના ડિરેક્ટરની મુલાકાત લેશે. 24મીએ સાંજે 4 વાગ્યે તે વિમ્બલ્ડનમાં પારિવારિક મિત્રો સાથે યોજાયેલા ગેટ ટુગેધરમાં હાજરી આપશે. 26મીએ આર્યા ભારત પરત ફરશે.
આર્યાના કાર્યક્રમ અંગે વધુ વિગત માટે સંપર્કઃ રવજીભાઇ હિરાણી 079 6035 999 અથવા 079 4773 1428. આર્યાનો તમે ઇમેઇલ [email protected] પર પણ સંપર્ક સાધી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter