અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં શીખોના પવિત્ર યાત્રાધામ સુવર્ણ મંદિર ખાતે સોમવારે ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ જગવિખ્યાત યાત્રાધામમાં ઉજવણીના ભાગરૂપે ગુરુ ગ્રંથ સાહિબ સાથે ભવ્ય ધાર્મિક શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે શીખ સમુદાયના લોકો આ પ્રસંગને પ્રકાશ પર્વ તરીકે પણ ઉજવે છે.
ગ્રંથ સાહિબની સ્થાની વર્ષગાંઠના અવસ૨ ૫૨ નગર કીર્તન શોભાયાત્રા દરમિયાન સાંસ્કૃતિ ઝાંખી દર્શાવતા ફ્લોટ સાથે યુવાનો દ્વારા અંગકસરતના દાવપેચ રજૂ થયા હતા.