લંડનઃ નાઈફ ક્રાઈમનો સામનો કરવા સગીરોને ચાકુનું ગેરકાયદે વેચાણ અટકાવવા માટેના પ્રયાસો ઝડપી બનાવવા હોમ સેક્રેટરી ટેરેસા મેએ રિટેલર્સને અનુરોધ કર્યો છે. ૧૮ વર્ષથી ઓછી વયનાને તેના વેચાણ પર કાયદેસર પ્રતિબંધના અમલમાં કેટલાંક રિટેલર્સ નિષ્ફળ ગયા હોવાની ચિંતા અંગે તેમણે ઓનલાઈન તથા હાઈ સ્ટ્રીટ ચેઈન્સ સાથે બેઠક યોજી હતી.
તેમણે કહ્યું કે શોપમાંથી ચાકુ ચોરવાનું મુશ્કેલ બને તેવી જગ્યાએ રાખીને પણ શોપકીપર્સ મદદ કરી શકે. આવા નિર્ણાયક પગલાંથી લોકોની જીંદગી બચાવવામાં અને લંડનની સ્ટ્રીટસ તેમજ અન્ય ટાઉન અને સિટીને યુવાનો માટે સલામત બનાવવામાં મદદ મળશે.


