ચોરી કરતાં પકડાયેલી મોડલને જજે પ્રતિભાશાળી કહી છોડી દીધી

Wednesday 09th August 2017 06:33 EDT
 
 

લંડનઃ ૨૮ વર્ષીય કમનીય મોડલ ચોરીના આરોપમાં જેલમાં જતાં બચી ગઇ છે. પોલેન્ડ મૂળની નતાલિયા સિકોરસ્કા ૧૦૦૦ પાઉન્ડની કિંમતના ડિઝાઇનર ગુડ્ઝની ચોરી કરતાં ઝડપાઇ હતી. આ અંગે તેની સામે કેસ ચાલ્યો હતો. મેજિસ્ટ્રેટ ગ્રાન્ટ મેકક્રોસ્ટીએ તેને જેલની સજા કર્યા વિના જ ૧૨ મહિના નજર હેઠળ રાખવાની શરતે મુક્ત કરી હતી.

અહીં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા આવેલી નતાલિયા નાઇટબ્રિજ સ્ટોરમાંથી એક જેકેટ, જૂતાં અને હેન્ડબેગની ચોરી કરતા ઝડપાઇ હતી. તેણે ચોરી કરવાનો પ્રયાસ કરવાની વાતની કોર્ટમાં કબૂલાત કરી હતી. જજે કહ્યું હતું કે, તમે દેશમાં નવાં આવ્યાં છો. તમે વિદ્યાર્થી છો અને તમારું ભવિષ્ય પણ છે.

તમે પ્રતિભાશાળી મહિલા છો અને હોંશિયાર છો. પણ તમે ચોરી કરવાનો કરેલો પ્રયાસ ખોટો છે. તેનાથી તમારું ભાવિ અંધકારમાં મુકાયું છે. પરંતુ, તમે ગુનો કબૂલ્યો છે અને તમારા પાસે સારા ભાવિની સંભાવના હોવાથી હું તમને ૧૨ મહિના સુધી તમારી પર નજર રાખવાની શરતે તમને છોડવાનો આદેશ આપું છું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter