હરારે, લંડનઃ ઝિમ્બાબ્વેના બોર્ડ ઓફ કમિશનર્સ ઓફ ધ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SECZim) દ્વારા દક્ષેષભાઈ પટેલને 17 નવેમ્બર 2025થી બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષેષભાઈ પટેલ અનુભવી ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ છે જેઓ કેપિટલ માર્કેટ્સ અને સ્ટ્રક્ચર્ડ ફાઈનાન્સ ક્ષેત્રે યુકે, યુરોપ અને સબ સહારાન આફ્રિકા સહિત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. SECZimને વિશ્વાસ છે કે દક્ષેષ પટેલનું સઘન કૌશલ્ય કમિશનની વ્યૂહાત્મક દિશાને આગળ વધારશે.
તેઓ મહત્ત્વપૂર્ણ રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ્સના નેતૃત્વ સાથે ઈનોવેટિવ ફાઈનાન્સિયલ પ્લેટફોર્મ્સના નિર્માણ તેમજ ડિજિટલ બેન્કિંગ, ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ અને ડાયસ્પોરા માર્કેટ્સ પર કેન્દ્રિત વૈશ્વિક સંસ્થાઓ અને ફિનટેક બિઝનેસીસની ઉચ્ચસ્તરીય વિકાસ સ્ટ્રેટેજીસને આગળ વધારવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે. તેમણે અગાઉ, નેટવેસ્ટ બેન્કના ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગ નેટવેસ્ટ માર્કેટ્સ (ગ્લોબલ કેપિટલ માર્કેટ્સ)ના સીએફઓ તરીકે તેમજ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીના ગાળામાં લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપના રિસ્ટ્રક્ચરિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દક્ષેષ પટેલ ઈમર્જિંગ માર્કેટ્સ પર કેન્દ્રિત ઓલ્ટરનેટ એસેટ ફર્મ ગેર્કેન કેપિટલ (યુએસએસ્થિત)ના પણ નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે.


