મુંબઇઃ મુસ્લિમ સમાજમાં મહોરમ પર્વનું આગવું મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અલગ અલગ દેશમાં મહોરમ મનાવાય છે. આ વર્ષે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના મુદ્દદલ સૈફુદ્દીન સાહેબ દુબઇમાં મહોરમ વખતે હાજરી આપશે.
ડો. સૈયદના મુફદ્દલ સૈફુદીન સાહેબના આગમન અગાઉ અત્યારથી જ દાઉદી વ્હોરા સમાજના અનુયાયીઓ ઉપરાંત દુબઇ સ્થિત બિરાદરો ધર્મગુરુને આવકારવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હવે જયારે દુબઇમાં અસરાની વાયજ છે ત્યારે લાઇવ ટેલિકાસ્ટની પણ સુવિધા કરવામાં આવી છે. દાઉદી વ્હોરા સમાજના લોકો મહોરમ વખતે દુબઇમાં હાજરી આપવા આતુર છે.


