સંસ્થા સમાચાર

Tuesday 06th October 2015 09:03 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૧-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન માંધાતા હોલ, ૨૦એ રોઝમીડ એવન્યુ, અોફ સેસીલ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર મહેશભાઇ અને ગીતાબેન પટેલ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૧૦-૧૧ અોક્ટોબરના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન શ્રી કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ પૂ. રાજુભાઇ શાસ્ત્રી મથુરાવાલા આપશે. સંપર્ક: 020 8675 3831.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૧-૧૦-૧૫ના રોજ રવિવારે સવારે ૯-૩૦થી બપોરના ૪ દરમિયાન ભજન ભોજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દૈનિક આરતી, બાળકોના ભજન, રાજભોગ આરતી, ભોજન અને બહેનોના ભજનનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.

* શ્રુતી આર્ટ્સ દ્વારા ગઝલ કાર્યક્રમ 'ઇશ્ક સુફિયાના'નું અયોજન તા. ૯-૧૦-૧૫ના રોજ રાતના ૮થી વિન્સ્ટન ચર્ચીલ થિએટર, મેનોર ફાર્મ, પિન વે, રાયસ્લીપ HA4 7QL ખાતે કરવામાં આવ્યું છે. આલાપ દેસાઇ ગઝલ રજૂ કરશે જ્યારે રોબિન ક્રિશ્ચીયન ફ્લુટ, સુનિલ જાધવ કિબોર્ડ અને શ્રી ગઢવી તબલા પર સંગત આપશે. સંપર્ક: 0116 266 8181.

* ડિવાઇન પરિવાર દ્વારા સમૂહ તર્પણ વિધિનું આયોજન તા. ૧૦-૧૦-૧૫ના રોજ બપોરે ૩-૩૦થી ૭ દરમિયાન ઇલફર્ડ હિન્દુ સેન્ટર હોલ, ૪૩ ક્લીવલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 1EE ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રારંભે તર્પણ, ભજન અને પ્રાર્થના અને છેલ્લે પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8004 8925.

* સર્વિસ ફોર એનઆરઆઇ દ્વારા તા. ૧૭-૧૮ અોક્ટોબર ૨૦૧૫ના રોજ સવારે ૧૦થી સાંજના ૬ દરમિયાન જાસ્પર સેન્ટર, ફોર્મર મેજીસ્ટ્રેટ કોર્ટ, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે ઇન્ડિયા પ્રોપર્ટી મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્નાટક, તામિલનાડુ, કોલકાટા, હૈદ્રાબાદની પ્રોપર્ટી વિષે માહિતી મળશે. સંપર્ક: 020 3355 8950.

* ગેલેક્ષી શોઝ અને પંકજ સોઢા પ્રસ્તુત ગીત સંગીત કાર્યક્રમ 'યાદગાર લમ્હે'નું આયોજન તા. ૧૦-૧૦-૧૫ના રોજ રાત્રે ૮ કલાકે રામગરીયા સેન્ટર હોલ, લેસ્ટર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વેદા, સાઇ રામ અને સંજય ગીત સંગીત રજૂ કરશે. સંપર્ક: વસંત ભક્તા 07860 280 655.

* શ્રી રામક્રિષ્ણ સેન્ટર, અલ્ફ્રેડ સ્ટ્રીટ, લાફબરો LE11 1NG ખાતે તા. ૫થી ૧૧ અોક્ટબર દરમિયાન રોજ સવારે ૧૦થી ૧ અને બપોરે ૪-૩૦થી ૬-૩૦ દરમિયાન ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નરસીભાઇ રાજગોર કથાનો લાભ આપશે. સંપર્ક: હંસાબેન થાનકી 01509 231 631.

અવસાન નોંધ

* લેસ્ટર સ્થિત જાણીતા હિન્દુ પ્રિસ્ટ શ્રી બિપીનચંદ્ર ત્રિવેદીના ધર્મપત્ની અને પ્રિઝન ચેપ્લીન ભદ્રેશભાઇ ત્રિવેદીના માતુશ્રી ઉર્મિલાબેન ત્રિવેદીનું તા. ૫ અોક્ટોબર ૨૦૧૫ સોમવારના રોજ ૭૫ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. તેમની પાછળ તેઅો પતિ બિપીનભાઇ સહિત સંતાનો ભદ્રેશભાઇ, મનિષભાઇ અને કવિતાને વિલાપ કરતા મૂકી ગયા છે. સંપર્ક: 07742 617 097.

શુભ વિવાહ

* સ્વ. કુસુમબેન અને સ્વ. મધુકાન્તભાઇ તેમજ શ્રીમતી સરલાબેન અને સ્વ. રજનીકાંતભાઇની પૌત્રી ગૌરીના શુભલગ્ન શ્રીમતી અંજનાબેન અને શ્રી બિપીનભાઇ પટેલના સુપુત્ર ચિ. દિપેશ સાથે તા. ૧૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને ગુજરાત સમાચાર પરિવાર તરફથી શુભકામનાઅો.

સાભાર સ્વીકાર - 'રાકેશ ચૌહાણ – બીયોન્ડ રૂટ્સ'

મિલાપ ફેસ્ટ દ્વારા તૈયાર કરાયેલા વિખ્યાત સંગીતકાર રાકેશ ચૌહાણની મ્યુઝિક સીડી 'રાકેશ ચૌહાણ – બીયોન્ડ રૂટ્સ' સાંપડી છે. યુકેમાં જ્નમેલા અને ઉછરેલા રાકેશ ચૌહાણ પીયાનો પર ભારતીય શાસ્ત્રીય સંગીત રજૂ કરવા માટે જાણીતા છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલિમ પોતાના પિતાશ્રી રાજેશભાઇ ચૌહાણ પાસેથી લીધી હતી અને તે પછી તેમને પાશ્ચાત્ય શાસત્રીય સંગીતની તાલિમ મેળવી હતી. ગુજરાતીઅોના ગૌરવ સમા રાકેશભાઇએ પ્રતિષ્ઠીત કોન્સર્ટમાં ભાગ લીધો છે અને વિખ્યાત સંગીતકારો રવિન્દ્ર જૈન, પંડિત બિરજુ મહારાજ અને મર્યક્યુરી પ્રાઇઝ વિનર તલવિન સિંઘ સાથે પણ સ્ટેજ કાર્યક્રમો રજૂ કર્યા છે. આ સીડીમાં તેમની સાથે તબલા પર વિખ્યાત તબલાવાદક કૌસિક સેન સંગત આપી છે અને ડો. ઇયાન પેર્સીએ સીડી તૈયાર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter