તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ સોમવારે ધર્મશાળા નજીક મેકલોડ ગંજમાં મેઈન તિબેટિયન મંદિરમાં ‘લોંગ લાઈફ પ્રેયર’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દલાઈ લામા છઠ્ઠી જુલાઈના રોજ 90માં વર્ષમાં પ્રવેશ કરશે. 600 વર્ષ જૂની તિબેટિયન સંસ્થાએ તેમના જન્મદિવસની વિશ્વભરમાં ઉજવણી કરવાની તૈયારીઓ કરી છે. તેઓ દલાઈ લામાના 14મા અવતાર છે. એક અહેવાલ અનુસાર, તેઓ તેમના અનુગામીની જાહેરાત કરી શકે છે.