નકુરુઃ સોમવાર 16 નવેમ્બર 2026ના રોજ પવિત્ર જલારામ જયંતી નિમિત્તે નકુરુ આરાધના ટેમ્પલમાં જલારામ આરાધના ધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિભાવપૂર્વક સમર્પણ અને ઉત્સાહ સાથેની ઉજવણીમાં ભક્તો શ્રી જલારામ બાપાને આદરાંજલિ અર્પણ કરવા એકત્ર થયા હતા. ભક્તજનોએ જલારામ બાપાના આશીર્વાદની પ્રપ્તિ અને ભેદભાવ વિના અન્યોની સેવા કરવાની તેમની વિરાસતનું જતન કરવા ઉજવણીમાં ભાગ લીધો હતો


