નકુરુમાં આસ્થા અને સમર્પણની ભવ્ય રથયાત્રા યોજાઈ

Wednesday 14th October 2026 07:37 EDT
 
 

નકુરુઃ હિન્દુ યુનિયન કૃષ્ણ મંદિર અને ISKCON હરે કૃષ્ણ ટેમ્પલના સંયુક્ત ઉપક્રમે શનિવાર 10 ઓક્ટોબરે નકુરુમાં આસ્થા અને સમર્પણની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈરોબી, કિસુમુ, મોમ્બાસા, એલ્ડોરેટ શહેરો તેમજ નાના નગરો સહિત સમગ્ર કેન્યામાંથી હિન્દુ કોમ્યુનિટીના સભ્યો રથયાત્રાની ઉજવણીમાં એકત્ર થયા હતા.

હરે કૃષ્ણ મંત્રોચ્ચાર, ભક્તિસંગીત અને નૃત્ય સાથે વાતાવરણમાં આધ્યાત્મિકતાનો અદ્ભૂત અનુભવ સર્જાયો હતો. ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો, જ્યારે વંચિત વર્ગના બાળકોને નિઃશુલ્ક ભોજનનું વિતરણ કરાયું હતું. રથયાત્રા ઉજવણીમાં કરુણા, સેવા અને સામુદાયિક કલ્યાણની ભાવના છવાયેલી રહી હતી. રથયાત્રાને સ્મરણીય અને સફળ બનાવવાનો યશ ચેરમેન શૈલેષ શેઠ, માતાજી માનસીજી અને સમગ્ર આયોજક ટીમને જાય છે. કેન્યામાં હિન્દુ ધાર્મિક પરંપરાઓના જતન અને ઉત્તેજન માટે તેમજ કોમ્યુનિટીમાં સંપ અને જરૂરિયાતમંદોને સપોર્ટ પુરો પાડવા બદલ આયોજકો અને વોલન્ટીઅર્સ પ્રશંસાને પાત્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter