નૈવાશા હિન્દુ મંદિરના 101 વર્ષની ઉજવણી

Wednesday 02nd September 2026 07:16 EDT
 
 

નકુરુઃ નૈવાશા હિન્દુ મંદિરના આસ્થા અને સેવાના 101 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નૈવાશા હિન્દુ મંદિરે 23 ઓગસ્ટ 2026ના રોજ આધ્યાત્મિક સમર્પણ, સાસ્કૃતિક વિરાસત અને સમુદાયની સેવાના આ ઐતિહાસિક સીમાચિહ્ન 101 વર્ષ પૂર્ણ કર્યા હતા.

આ વિશિષ્ટ પ્રસંગે સમગ્ર કોમ્યુનિટીમાંથી ભક્તજનો, પરિવારો અને શુભેચ્છકો એકત્ર થયા હતા અને ઉત્સાહપૂર્ણ ઉજવણીમાં ભજનો, પ્રાર્થના અને સહિયારા સંસ્મરણોનું વાતાવરણ સર્જાયું હતું. ભક્તજનો પરંપરાગત ભજનોમાં જોડાવા સાથે ભક્તિસંગીતથી મંદિર ગુંજી ઉઠ્યું હતું અને ઊંડા ભક્તિપૂર્ણ, આધ્યાત્મિક અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

વક્તાઓએ આ પ્રસંગે એક સદીથી વધુ સમયની મંદિરની નોંધપાત્ર યાત્રા વિશે જણાવ્યું હતું તેમજ આ સુમધૂર સંસ્થાના નિર્માણ અને જતનમાં મદદ કરનારા પેઢીઓના વિઝન, સમર્પણ અને બલિદાનોને અંજલિ અર્પી હતી. આ ઉજવણીમાં સમુદાયના લોકોને સાથે લાવવામાં, હિન્દુ મૂલ્યોના જતન અને યુવા પેઢીઓમાં સાંસ્કૃતિક પરંપરાઓ પહોંચાડવામાં મંદિરની સતત ભૂમિકા પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter