નોબેલવિજેતા રવિન્દ્રનાથ ટાગોર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની ગહન ચર્ચા

મારે પણ કાંઈક કહેવું છે.....

સુરેશ પટેલ અને ભાવના પટેલ Wednesday 22nd July 2026 07:13 EDT
 
 

નોબેલવિજેતા મહાનુભાવો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન વચ્ચે 14 જુલાઈ 1930ના દિવસે યોજાએલી મુલાકાતમાં વાસ્તવિકતા અને ચેતના સંદર્ભે ગહન ઐતિહાસિક ચર્ચા થઈ હતી. તેઓ વચ્ચે અસહમતિ પણ સરળ હતી. આઈન્સ્ટાઈનનું માનવું હતું કે સત્ય માનવ નીરિક્ષણથી સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ગુરુદેવ ટાગોરની દલીલ હતી કે સત્ય અને તેનો અર્થ સમગ્રતયા માનવીય ધારણા અને ચેતના સાથે સંકળાયેલા છે. તેઓની આ ચર્ચાને ઘણી વખત વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સમાધાન તરીકે ગણાવાય છે, જેમાં ત્રણ મુખ્ય વિચારોને આવરી લેવાયા હતાં.

સ્વતંત્ર વાસ્તવિકતાઃ આઈન્સ્ટાઈનની દલીલ હતી કે હેતુલક્ષી સત્યો (જેમકે, ગાણિતિક નિયમો અથવા ખાલી ઘરમાં ટેબલનું અસ્તિત્વ) માનવતા અદૃશ્ય થઈ જાય તો પણ સત્ય જ રહે છે. ટાગોરે પ્રતિદલીલમાં કહ્યું હતું કે સત્યને માનવ મનથી અલગ કરી શકાય નહિ, ચેતના વિના તેની ધારણા કરનારું કોઈ હોય જ નહિ.

સૌંદર્ય અને સત્યઃ સૌંદર્યના સિદ્ધાંતની ચર્ચા કરતી વેળાએ આઈન્સ્ટાઈન ટાગોર સાથે સંમત થયા હતા કે સૌંદર્ય (જેમકે, એપોલો બેલ્વેડીઅર પ્રતિમા) વસ્તુલક્ષી છે અને તેને માનવ નીરિક્ષકની જરૂર રહે છે. જોકે, આઈન્સ્ટાઈને સત્ય સમગ્રતયા હેતુલક્ષી હોવાનું જાળવી રાખવા સાથે સૌંદર્ય અને સત્ય વચ્ચે મજબૂત લાઈન દોરી હતી.

ધ યુનિવર્સલ મેનઃ ટાગોરે તેમના બંનેના દૃષ્ટિકોણો વચ્ચે તફાવતની ખાઈ પૂરતા એવી સમજ આપી હતી કે સત્યને તમામ વ્યક્તિગત ધારણાઓનો સમન્વય કરતી સહભાગી, સુપર પર્સનલ માનવીય ચેતના -‘યુનિવર્સલ મેન’ દ્વારા આકાર અપાય છે.

આખરે તેઓ બંને એકબીજાને સમજાવી શક્યા ન હતા, પરંતુ તેમના વચ્ચેની વાતચીત પૂર્વની દાર્શનિકતા અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિક તાર્કિકતા વચ્ચે સૌથી નોંધપાત્ર સંવાદ તરીકે ગણાવાય છે.

અનીર્ણિત નિષ્કર્ષઃ બંને મહાનુભાવ સામેના પક્ષને પોતાની દલીલ ગળે ઉતરાવી શક્યા નહિ. વાતચીતને સમાપ્ત કરતા આઈન્સ્ટાઈને સિદ્ધ ન કરી શકાયેલા, હેતુલક્ષી સત્યમાં પોતાની આસ્થા સંદર્ભે પ્રસિદ્ધ નિવેદન કર્યું હતું કે,‘ તો પછી, હું તમારા કરતા વધુ ધાર્મિક છું!’

સુરેશ પટેલ અને ભાવના પટેલ

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter