પિતૃતર્પણ: રશિયા, ઈટાલી, યૂક્રેન, જર્મની સહિતના દેશોમાંથી શ્રદ્ધાળુ પિંડદાન માટે ગયાજીમાં ઊમટ્યા

Friday 09th October 2026 06:51 EDT
 
 

ગયા: મોક્ષની પાવન ભૂમિ ગયા ખાતે હાલમાં પિતૃપક્ષ મેળો ચાલી રહ્યો છે. 15 દિવસ સુધી ચાલનારા મેળામાં વિદેશી શ્રદ્ધાળુઓ પણ પહોંચ્યા છે. વિદેશી શ્રદ્ધાળુ પોતાના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે પિંડદાન અને તર્પણ કરી રહ્યા છે. રશિયા, યુક્રેન, ઇટાલી અને જર્મની સહિતના દેશોમાંથી શ્રદ્ધાળુ ગયા પહોંચ્યા છે. તમામ શ્રદ્ધાળુ વિધીવિધાનથી વિષ્ણુપદ મંદિર ક્ષેત્રમાં આવેલા દેવઘાટ ખાતે પિતૃતર્પણ કરી રહ્યા છે. શ્રદ્ધાળુ પિંડદાન કરી રહ્યા છે તે ક્ષેત્રમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવમાં આવી છે. વિદેશી શ્રદ્ધાળુને પિંડદાન કરાવી રહેલા પુરોહિત લોકનાથ ગૌડે કહ્યું કે પિતૃપક્ષ મેળામાં વિદેશોમાંથી મહિલા શ્રદ્ધાળુ ગયાજી પહોંચ્યા છે. આ મહિલાઓએ વિદેશોમાં સનાતન ધર્મ અપનાવી લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter