લંડનઃ મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને ભગવાન કૃષ્ણના પ્રિય મિત્ર સુદામાની નગરી પોરબંદરની મેર કોમ્યુનિટી અને ઈન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ પોરબંદરના અગ્રણી નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખિરીઆને સોંપાયેલી નવી જવાબદારીઓ બાબતે આનંદસહ અભિનંદન પાઠવે છે. તેઓની અભૂતપૂર્વ જાહેર સેવા અને નેતાગીરી પોરબંદર અને સમગ્ર ભારત અને વિશ્વમાં આપણી કોમ્યુનિટીને ભારે ગૌરવની પ્રેરણા પૂરી પાડે છે.
પોરબંદરના વિધાનસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટરપદે નિયુક્તિથી મને ભારે આનંદ થયો છે. તેમણે ઘણા વર્ષો સમર્પણ, નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણને પોતાની જાતને સમર્પિત કરી છે. તેમની અથાક સેવાની કદર કરીને તેમને વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેઈન્જ અને સાયન્સ અને ટેકનોલોજીના મહત્ત્વના ખાતાંઓ સુપરત કરાયા છે. આ ભુમિકાઓ નિઃશંકપણે ગુજરાત અને તેમની સિદ્ધિઓ પરત્વે ભારે ગર્વ અનુભવતા પોરબંદરને લાભકારી બની રહેશે.
હું મેર સમુદાયના આદરપાત્ર નેતા અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખિરીઆને પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યપદે નિયુક્તિ બદલ મારા હાર્દિક અભિનંદન પાઠવું છું. ફિશરીઝ, એગ્રિકલ્ચર અને ઈરિગેશન જેવાં ચાવીરૂપ ક્ષેત્રોમાં તેમના અમૂલ્ય યોગદાન અને ઉદાહરણીય નેતૃત્વની કદર થઈ છે. રાષ્ટ્રીય સ્તરે તેમની નવી ભૂમિકા પોરબંદર અને મેર સમુદાય માટે વધુ સન્માન ઉભું કરનારી છે.
સમગ્ર મેર સમુદાય વતી હું અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખિરીઆને મારી હાર્દિક લાગણી અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ વ્યક્તિ કરું છું. હું મક્કમપણે માનું છું કે તેઓ પોતાની વિઝનરી લીડરશિપ અને જાહેર સેવા પ્રત્યે અવિરત પ્રતિબદ્ધતા સાથે સમાજના કલ્યાણ અને આપણા પ્રદેશના વિકાસને આગળ ધપાવતા રહેશે.
આ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ પર તેઓની પદોન્નતિ ગુજરાત અને ભારતના રાજકીય અને સામાજિક ફલકો પર મેર કોમ્યુનિટીના વધતા પ્રભાવ અને અમૂલ્ય યોગદાનનું પ્રતિબિંબ પાડે છે.
ભારત અને વિદેશમાં મેર કોમ્યુનિટીના સભ્યો વતી હું ઈન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK)ના પ્રેસિડેન્ટ વિમલજી ઓડેદરા, ફરી એક વખત આ બંને નેતાઓ અને ગુજરાત સરકારમાં નવનિયુક્ત મંત્રીઓને મારા હાર્દિક અભિનંદન પાઠવું છું. મને ખાતરી છે કે તેમની નિષ્ઠા ગુજરાત અને સમગ્રતયા ભારતના કલ્યાણ, વિકાસ અને સમૃદ્ધિ માટેની સેવાને આગળ વધારતા રહેશે.
(લેખક ઈન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK)ના પ્રેસિડેન્ટ છે.)


