બાબા બર્ફાનીના પહેલા દર્શન...

Thursday 28th May 2026 05:02 EDT
 
 

પવિત્ર અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ વચ્ચે બાબા બર્ફાનીના હિમલિંગની પહેલી તસવીરો સામે આવી છે. તસવીરમાં કુદરતી રીતે નિર્મિત બરફનું લગભગ 7 ફૂટ જેટલું ઊંચુ શિવલિંગ જોવા મળી રહ્યું છે. અમરનાથ યાત્રાના પ્રારંભ પહેલા તેની સુરક્ષામાં ફરજ બજાવતા જવાનોએ સૌ પહેલા બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ અમરનાથ યાત્રા માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઇ છે. અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઇના રોજથી શરૂ થશે અને 28 ઓગસ્ટે રક્ષાબંધનના પાવન પર્વ પ્રસંગે તેનું સમાપન થશે. કુલ 57દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રા માટે હજુ સુધી 3.6 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter