ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ તેમના પત્ની તાશી ડોમા સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રામલલાના દર્શન કરનાર બીજા વડાપ્રધાન બન્યા હતા. તેઓ શનિવારે સવારે ભારતીય એરફોર્સના સ્પેશિયલ પ્લેન દ્વારા બિહારના ગયાજીથી અયોધ્યા એરપોર્ટ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


