એક માત્ર કેનેડામાં ક્વીન વિક્ટોરિયાના જન્મદિવસ નિમિત્તે વિક્ટોરિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. ક્વીન વિક્ટોરિયાના માનમાં 25 મે અગાઉના છેલ્લા સોમવારે ઉજવાતી આ ફેડરલ કેનેડિયન પબ્લિક હોલીડે છે, જે ઐતિહાસિક સ્મરણોત્સવ અને ઉનાળાની સીઝનના આરંભ, એમ બંને તરીકે ઉજવાય છે. કેનેડાના તમામ પ્રોવિન્સીસ અને વિસ્તારોમાં તેની ઉજવણી થાય છે, પરંતુ ક્વિબેકમાં તે નેશનલ પેટ્રિઅટ્સ ડે તરીકે મનાવાય છે. તેનું મહત્ત્વ એ છે કે તે ક્વીન વિક્ટોરિયાના જન્મદિન (મે 24, 1819)ને સન્માને છે તેમજ કેનેડામાં સોવરિનના સત્તાવાર જન્મદિન તરીકે ગણાય છે. ઘણી વખત અન્ય સ્થળોએ તેની ઉજવણી બાબતે ગુંચવાડો પ્રવર્તે છે ત્યારે યુનાઈટેડ કિંગ્ડમ અથવા અન્ય કોઈ કોમનવેલ્થ દેશમાં જાહેર રજા નથી.
ઉજવણી અને પરંપરાનું કારણઃ
ઉનાળાનો બિનસત્તાવાર આરંભઃ આ દિવસ શિયાળાના અંતનું પ્રતીક છે, કોટેજીસ ખોલવા, કેમ્પિંગ અને ગાર્ડનિંગ સીઝનના આરંભ તરીકે લોકપ્રિય છે. ‘મે ટુ-ફોર વિકએન્ડ’ઃ ઘણી વખત તેનો ઉલ્લેખ ‘મે ટુ-ફોર’ (મે 24 અને 24 બિયરના કેસ, બંને તરીકે) પણ કરવામાં આવે છે તથા આનંદપ્રમોદના મેળાવડા અને માટે લાંબા વીકએન્ડનો સમયગાળો પૂરો પાડે છે. ઘણા શહેરોમાં પરેડ્સ યોજાય છે, આતશબાજીનું પ્રદર્શન થાય છે અને આઉટડોર કોન્સર્ટ્સ પણ યોજાય છે. ઐતિહાસિક રીતે ઉજવણીમાં આતશબાજી, તોપોની સલામી અને પિક્નિક્સનો સમાવેશ થાય છે.

