કોકરોચ પાર્ટીના દેખાવોઃ ગાર્ડિયન અને રિપોર્ટરનો ભારત અને મોદીદ્વેષ

મારે પણ કાંઈક કહેવું છે.....

નીતિન મહેતા Wednesday 29th July 2026 09:49 EDT
 
 

ધારણા હતી જ તેમ હાન્નાહ એલિસ પીટરસને ઉત્સાહપૂર્વક દિલ્હીમાં કોકરોચ પાર્ટીના વિરોધપ્રદર્શન વિશે અહેવાલ આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રોટેસ્ટમાં 50,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખરેખર તો 40,000ની સંખ્યા વધુ દર્શાવી છે. જોકે, ધ ગાર્ડિયન તેના પક્ષપાત માટે જાણીતું જ છે. હાન્નાહ ઘણાં વર્ષોથી કરતી આવી છે તેમ ‘મોદીની હિન્દુ સરકાર’ તરફ તેની દ્વેષભાવના કે અણગમો દર્શાવે છે.

તેને હતાશા છે કે મોદી સૌથી વધુ પ્રશંસાપાત્ર નેતા બની ગયા છે જેમણે ત્રણ ચૂંટણીઓમાં વિજય હાંસલ કર્યો છે. હાન્નાહ કહે છે કે મોદીની ભાજપ પાર્ટીએ 12 વર્ષ રાજ કર્યું છે તેમજ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે અભૂતપૂર્વ સત્તા હાંસલ કરી છે. તે કહે છે કે લોકોને રાબેતા મુજબ જેલભેગા કરી દેવાય છે, કનડગત કરવામાં આવે છે જેથી વિરોધની કોઈ શક્યતા જ ન રહે. આવો ગપગોળો ભારતની મજબૂત ન્યાય વ્યવસ્થા સામે લાંછન સમાન છે. તે પોલીસ વિરુદ્ધ જંગલી બળનો ઉપયોગ કરવાનો આક્ષેપ લગાવે છે. આ વિરોધ પ્રદર્શનને પોલીસ દ્વારા પરવાનગી અપાઈ ન હતી. આ વિસ્તાર ભારતની પાર્લામેન્ટની તદ્દન નજીક આવેલો છે. વિરોધના સ્થળેથી ખસી જવાના પોલીસ આદેશને માનવાના બદલે દેખાવકારોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આશરે 100 લોકોને ઈજા પહોંચી હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વિરોધને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવા ઈચ્છુક ડાબેરી અરાજકતાવાદીઓ અને તકવાદીઓએ ખૂંચવી લીધો છે.

ધ ગાર્ડિયન, એમ્નેસ્ટી ઈન્ટરનેશલ તેમજ જર્મનીથી નોર્વેથી સ્વિટ્ઝર્લેન્ડ સુધી ફેલાયેલા જાતે બની બેઠેલા નૈતિક જમાદારો સહિતના ભારતવિરોધી બળો જોરશોરથી કાગારોળ મચાવી રહ્યા છે. જો તેઓ એટલું જ સમજી લે કે નવું ભારત ગુલામોના વેપારમાં ભૂમિકા સાથેના ગાર્ડિયનના સ્થાપકો જેવા ગંદા ભૂતકાળ ધરાવનારાઓ દ્વારા લેક્ચર્સને ગણતરીમાં લેવાનું નથી. ભારતીયો તેમની હતાશા વિશે માત્ર દયા જ ખાઈ શકે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter