માતાનું ઋણ ચૂકવવાનો અનેરો અવસર : માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ મેગેઝીન

- કમલ રાવ Tuesday 23rd January 2018 10:07 EST
 
 

"માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણને ચૂકવવાની તો વાત જ ક્યાં કરવી. હજાર હાથવાળો ખુદ ભગવાન પ્રયાસ કરે તો પણ ભગવાને માતાનું ઋણ ચૂકવવા દેવાળુ કાઢવું પડે" એમ વિખ્યાત સાહિત્યકાર શ્રી ઉમાંશંકરભાઇ જોશીએ કહ્યું હતું. આપણા સૌની ખૂબજ માવજત લઇને આપણું અદકેરૂ ઘડતર કરનાર જનેતાને કોટી કોટી વંદન કરતો વિશેષાંક "માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ વિશેષાંક" આગામી માર્ચ માસમાં "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા મધર્સ ડે પ્રસંગે પ્રકાશીત થનાર છે.

જે જનેતાએ હરહંમેશ આપણું ભલું જ ઇચ્છ્યું છે તે જનેતાને ખરા દિલથી વંદન કરવા પ્રસ્તુત વિશેષાંકમાં અનોખા પ્રેમ સંબંધો ધરાવનાર માતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, આપના ઉછેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જનેતા માટે આપના દ્વારા જ લખાયેલ અહેવાલ, એકલે હાથે પતિ કે સહારા વગર પોતાના સંતાનોને ઉછેરનાર વિધવા કે ત્યક્તા મહિલાઅોની હ્રદયદ્રાવક વાતો, જીવનમાં જનેતાનું મહત્વ, નોંધપાત્ર પ્રદાન કરનાર જનેતાઅો અંગેના અહેવાલો - કાવ્યો સહિત વિવિધ લોકભોગ્ય માહિતીનો સમાવેશ કરવામાં આવશે.

ગયા વર્ષે રજૂ કરેલ માતૃ વંદના વિશેષાંકને ખૂબજ ઝળહળતી સફળતા સાંપડી હતી અને અને ઘણાં વાચક મિત્રો દ્વારા મનનીય લેખો અને વાચન સામગ્રી ધરાવતા માતૃ વંદના વિશેષાંકને પોતાના ઘરની લાયબ્રેરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે સમયે "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા વિવિધ શહેરોમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર માયાબેન દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમોનું પણ શાનદાર આયોજન કરાયું હતું જેને અપ્રતિમ સફળતા સાંપડી હતી.

જો આપ માનતા હો કે આપની જનેતા કે માતાએ આપના ઉછેર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, તેમનો પ્રેમ નિસ્વાર્થ અને અવર્ણનીય છે અને તેમણે જે આપના માટે કર્યું છે તે કદી ભૂલી શકાય તેમ નથી તો પછી જનેતા, મા, મમ્મીને વંદન કરવાનો... તે જનેતા પરત્વે પ્રેમ પ્રગટ કરવાનો આ સોનેરી અવસર છે. આ મેગેઝીનમાં પોતાની માતાની મુલાકાત, માતાને અંજલિ આપતો કે વંદન કરતો લેખ - પ્રોફાઇલ્સ કે અન્ય માહિતી રજૂ કરવા માંગતા હો કે જાહેર ખબર મૂકવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરો. ફોન નં. 020 7749 4001 or kamal.rao@abplgroup.com


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter