મુસ્લિમ મહિલાએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જન્મેલા પુત્રનું નામ ભગવાન રામ પરથી પાડયું

Friday 26th January 2024 09:20 EST
 
 

ફિરોઝાબાદઃ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સોમવારે ફિરોઝાબાદમાં એક મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકનું નામ ભગવાન રામના નામ પરથી પાડવામાં આવ્યું છે. જ્યારે ચંદૌસીની એક હોસ્પિટલમાં ભગવાન રામનું લઘુમંદિર બનાવાયું હતું અને ગર્ભવતી મહિલાઓને ભગવાનનાં દર્શન કરાવાયાં હતાં. હોસ્પિટલમાં જન્મેલાં છ બાળકોનાં નામ રામ અને સીતાનાં નામ પરથી પાડવામાં આવ્યાં છે. ફિરોઝાબાદની મહિલા હોસ્પિટલના ડોક્ટર નવીન જૈને જણાવ્યું કે પ્રસૂતાનું નામ ફરઝાના છે અને આજે તેણે એક બાળકને જન્મ આપ્યો. બાળકનાં દાદી હુસ્નબાનોએ તેનું નામ રામરહીમ પાડયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter