નવી દિલ્હીઃ પાટનગર સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક એકતા, અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો.રામકથામાં ઉપસ્થિત વિવિધ ધર્મોના પ્રતિનિધિઓમાં ઇમામ ઉમર અહમદ ઇલ્યાસી, બૌદ્ધ ગુરુ સાધુ સંઘસેના, શીખ ગુરુ પરમજીત સિંહ ચંડોક, મહામંડલેશ્વર નર્મદા શંકરપુરી મહારાજ વગેરેનો સમાવેશ થાય છે. ધર્મગુરુઓએ રામકથાને માત્ર ધાર્મિક ઘટના તરીકે જ નહીં પરંતુ માનવતાને એક કરતી ચળવળ તરીકે વર્ણવી હતી.
લાલજી મહારાજની જગ્યાની વંદના
મોરારિબાપુની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ માઘપૂર્ણિમા - પહેલી ફેબ્રુઆરીના રોજ સેંજળ ધામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાઓની સેવાઓને બિરદાવવા અને તેમની વંદના કરવા માટે એવોર્ડ અર્પણ કરાશે. આ દેહાણ જગ્યાઓ ધર્મ અને સમાજની અનોખી સેવાઓ માટે જાણીતી છે. આ જગ્યાઓએ સમાજને રોટલા દ્વારા જોડ્યો છે અને અભાવગ્રસ્તોના હામી બનીને તેમની મદદ કરી છે. વર્તમાન સમયમાં પણ તેઓ વિવિધ સેવાઓ દ્વારા જરૂરિયાતમંદોના જીવનમાં અજવાળા પાથરી રહી છે.


