હેરોઃ આ રક્ષાબંધનના તહેવારે લગ્ન પછી મૂળ નડિયાદના 99 વર્ષીય સુશીલાબહેન ઠાકોરભાઈ દેસાઈ તેમના 92 વર્ષીય નાના ભાઈ નટવરભાઈ ભાઈલાલભાઈના નિવાસે રાખડી બાંધવા આવી પહોંચ્યાં ત્યારે હૃદયંગમ દૃશ્ય રચાયું હતું. હાલ લંડનના કેર હોમમાં રહેતાં સુશીલાબહેન તેમના પુત્ર રાજ- દેસાઈ સાથે હેરો વીલ્ડના ખાસ પ્રવાસે આવ્યાં હતાં, જ્યાં મૂળ ખંભોળજના નટવરભાઈ તેમના પુત્ર પિયુષકુમાર પટેલ અને પુત્રવધૂ કીર્તિબહેન પટેલ સાથે રહે છે. શતાયુ બહેન અને તેમના 92 વર્ષીય ભાઈની આ મુલાકાત સ્નેહ, આશીર્વાદ અને ભૂતકાળના સંસ્મરણોથી ભરપૂર અને ભાઈબહેન વચ્ચે અતૂટ બંધનની સુંદર યાદ અપાવનારી રહી હતી