રૂ. 900 કરોડના ખર્ચે રામ મંદિરનું નિર્માણ

Sunday 15th October 2023 16:35 EDT
 
 

નવી દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની જાન્યુઆરી 2024માં પ્રાણપ્રતિષ્ઠા છે. આ પહેલાં મંદિર પાછળ અત્યાર સુધીમાં થયેલા ખર્ચની વિગતો સામે આવી છે. રામ મંદિર નિર્માણમાં અત્યાર સુધીમાં રૂ. 900 કરોડનો ખર્ચ થયો છે જ્યારે રૂ. 3000 કરોડ હજુ પણ ટ્રસ્ટના બેન્ક ખાતામાં છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર સમિતિએ જણાવ્યું હતું કે, રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં તેમની સામે અક્ષત ચોખાનું પૂજન થશે અને આ પૂજિત અક્ષત ભારતના પાંચ લાખ ગામ સુધી મોકલવામાં આવશે. બીજી બાજુ પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલાની મૂર્તિની તસવીરનું પ્રસાદ સાથે રામ ભક્તોમાં વિતરણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter