લંડનસ્થિત નિસ્ડન સ્વામિનારાયણ મંદિર દ્વારા કાતિલ ઠંડીના આ દિવસોમાં ઘરવિહોણા લોકો માટે કામ કરતી ક્રાઇસીસ સંસ્થાને 400થી વધુ જેકેટ્સ, જંપર્સ સહિતના ગરમ વસ્ત્રો દાનમાં આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ક્રાઇસીસ સંસ્થા લંડન સહિત સમગ્ર યુકેમાં વિવિધ સેવાકાર્યો થકી વંચિતોને સહાયરૂપ થઇ રહી છે.


