વર્તમાન ડિજિટલ યુગમાં આપણે જે રીતે રહીએ છીએ, કામ કરીએ છીએ કે આદાનપ્રદાન કરીએ છીએ તેમાં ધરમૂળ પરિવર્તન આવ્યું છે. રિમોટ વર્કિંગ, ઓનલાઈન ગેમિંગ અને વર્ચ્યુઅલ સોશિયાલાઈઝિંગનો વધારો થઈ રહ્યો છે આપણામાંથી ઘણા લોકોમાં ઘરમાં જ સમય વીતાવે છે અને શારીરિક પ્રવૃત્તિનો સમય ઘટતો જાય છે. આની સાથે ડિલિવેરુ અને જસ્ટ ઈટ જેવી ફૂડ ડિલિવરી એપ્સની સરળ સુવિધા ઉમેરીએ ત્યારે મેદસ્વિતાનો દર ઊંચો જતો રહે તેમાં કોઈ આશ્ચર્ય નથી. કેટલાક લોકો માટે જિનેટિક્સ ભૂમિકા ભજવે છે ત્યારે લાઈફસ્ટાઈલની પસંદગી પર પ્રભાવશાળી પરિબળ બની રહ્યું છે.
આરોગ્ય સંબંધિત ચિંતા વધી રહી છે ત્યારે ઘણી વ્યક્તિઓ વજન ઘટાડવા માટે ફાર્માસ્યુટિકલ ઉપાયો તરફ વળી રહી છે. વેગોવી, મોઉન્જારો અને ઓઝેમ્પિક (Wegovy, Mounjaro, Ozempic) જેવી દવાઓએ હાલમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભારે લોકપ્રિયતા હાંસલ કરી છે. આ ઈન્જેક્ટેબલ સારવારો, ભૂખને મારતા અને પાચનને ધીમું કરતા GLP-1 હોર્મોનની નકલ કરીને કામ કરે છે અને વપરાશકારોને લાંબા સમય સુધી જઠર ભરેલું હોવાની લાગણી થાય છે અને શરીરમાં ઓછી કેલરી લેવાય છે. આ દવાઓ લેનારા કેટલાક લોકોએ માત્ર ચારથી છ સપ્તાહમાં તેમના શારીરિક વજનમાં 20 ટકા ઘટાડો થયો હોવાનું જણાવ્યું છે.
આ દવાઓનું આકર્ષણ સમજી શકાય તેમ છે. ઘણા લોકો માટે દવાઓ હળવાં, બહેતર તંદુરસ્તી, અને આત્મવિશ્વાસની વધુ લાગણી સાથે ઝડપથી જીતી લે છે. કેટલીક હાઈ પ્રોફાઈલ સેલેબ્રિટીઝ દ્વારા આવી સારવારોનો કથિતપણે ઉપયોગ કરાય છે જેના કારણે અન્યોનો તેના માટેનો રસ વધી જાય છે. કેટલાક લોકો NHS પાસેથી દવાઓ મેળવવાને લાયક બને છે, પરંતુ ઘણા લોકોએ ખાનગી વિકલ્પ પસંદ કરવો પડે છે અને દર સપ્તાહે 80થી 150 પાઉન્ડનો ખર્ચો કરવો પડે છે. જોકે, કોઈ પણ મેડિકલ ઈન્ટરવેન્શનની માફક કેટલીક ચેતવણીઓ છે. માથુ ભારે રહેવું, ઉલટી, કબજિયાત અને ઝાડા જેવી આડઅસરો સામાન્ય સામાન્ય રહે છે. આ ઉપરાંત, આ દવાઓની ભૂખને મારી નાખતી અસરો સમયાંતર ઘટતી જાય છે જેના પરિણામે, લાંબા સમય સુધીની અસરો અને તેના પર આધારિત થઈ જવા વિશેની ચિંતાઓ સર્જાય છે.
આવાં ફાર્માસ્યુટિકલ શોર્ટકટ્સ પર જ આધાર રાખવાના બદલે આપણે આરોગ્યપ્રદ જીવનશૈલીઓને ઉત્તેજન આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પાકી ગયો છે. પ્રોત્સાહન આધારિત વેલનેસ પ્રોગ્રામ્સ દાખલ કરવામાં NHS મુખ્ય ભૂમિકા ભજવી શકે તેમ છે. ઉદાહરણ આપીએ તો, મેદસ્વી કે સ્થૂળ તરીકે વર્ગીકૃત કરાયેલી વ્યક્તિઓને જીમની મેમ્બરશિપ્સ અથવા ફિટનેસ ક્લા્સ વાઉચર્સ ઓફર કરી શકાય. રિવોર્ડ્સ કે ઈનામ સ્વરૂપે પણ પ્રેરણા પૂરી પાડી શકાય, જેમકે જીમ માટે 20 પાઉન્ડ અથવા સુપરવિઝન હેઠળ તંદુરસ્ત રીતે ગુમાવેલા દરેક 5 કિલોગ્રામ વજન માટે સુપરમાર્કેટ વાઉચર્સ આપી શકાય.
આખરે, વજન ઘટાડવાની દવાઓ કેટલાક માટે કદાચ મદદરૂપ સાધન હોઈ શકે, પરંતુ તે આપમેળે જ ઉપાય બની રહેવો ન જોઈએ. શિક્ષણ, કોમ્યુનિટી સપોર્ટ અને પોઝિટીવ સુદૃઢીકરણને પ્રાધાન્ય આપતો સંતુલિત અભિગમ જ વ્યક્તિઓને ટકાઉ ફેરફારો લાવવામાં સશક્ત બનાવી શકે છે. આપણે ક્વિક ફિક્સિગમાં નહિ, ટકાઉ આરોગ્યમાં રોકાણ કરવું જોઈએ.
દેવાંગ ભટ્ટ
બેસિલ્ડોન

