વિલ્સડન-હેરો મંદિરમાં ચોરીની ઘટનામાં શકમંદની શોધખોળ

Wednesday 28th November 2018 01:33 EST
 
 

લંડનઃ  પોલીસ માને છે કે વિલ્સડન અને કેન્ટન-હેરોમાં બનેલી ઘટનાઓને એકબીજા સાથે સંબંધ છે. આ બન્ને મંદિરોમાં સંતોએ કાળા કપડા પહેરેલી એક શંકાસ્પદ વ્યક્તિને જોઈ હતી. તે કાચ તોડીને મૂર્તિઓ અને ડોનેશન બોક્સ લૂંટી ગયો હતો. નવેમ્બરની શરૂઆતમાં વિલ્સડન લેન પર આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડન અને હેરોમાં વેસ્ટફિલ્ડ લેન પર આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરે માત્ર પાંચ દિવસના ગાળામાં આ ઘટનાઓ બની હતી.

હેરો CIDના ડિટેક્ટિવ કોન્સ્ટેબલ પેટ વોલેસે જણાવ્યું હતું,‘ હું આપણા હિંદુ અને શીખ સમાજને તેમજ હેરો અને બ્રેન્ટના તમામ ધાર્મિક સમાજને ખાતરી આપું છું કે આ પ્રકારના ગુનાને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને શકમંદને શોધી કાઢવા અમારાથી બનતા તમામ પ્રયાસ કરીએ છીએ. આ પ્રકારનું કૃત્ય સાંખી નહીં લેવાય. ડેની ઓ’લેરી વિશે જેમની પાસે માહિતી હોય તેમણે તરત જ પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter