કેન્ટન/હેરોમાં આવેલા વીડિયોરામા પાન પાર્લરના માલિક અશ્વિનભાઇ રાયઠઠ્ઠાએ 12 ડિસેમ્બરે મિત્રો-સ્વજનો સાથે 70મો જન્મદિવસ ઉજવ્યો હતો તે પ્રસંગની તસવીરમાં (આગળ બેઠેલા) અનંત ગોકાણી, શફાકતભાઇ, અશ્વિનભાઇ રાયઠઠ્ઠા તેમજ (પાછળ ઉભેલા) બોલિવૂડ કોન્સર્ટ પ્રમોટર ફરહથ હુસૈન, કિશોર પંડ્યા - આનંદ પાન સેન્ટર, સલીમભાઇ, સોલીભાઇ, ફારુકભાઇ, અનવરભાઇ, સફદર હુસૈન અને બંકિમ દેસાઇ નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે વીડિયોરામા પાર્લર છેક 80ના દસકાથી બોલિવૂડ કોન્સર્ટ્સ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ટિકિટોનું લંડનમાં સૌથી વધુ વેચાણ કરવા માટે આગવી નામના ધરાવે છે. કોવિડ મહામારીની શરૂઆત થઇ ત્યાં સુધી તેઓ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનું વેચાણ પણ કરતા હતા.


