શિશુકુંજ દ્વારા ડાન્સ-એ-થોનનું આયોજન

Tuesday 17th November 2015 12:59 EST
 
 

લંડનઃ શિશુકુંજ દ્વારા નેપાળ ધરતીકંપના ઉપેક્ષિત અસરગ્રસ્તો માટે ભંડોળ એકત્ર કરવા શનિવાર, ૨૮ નવેમ્બરે એજવેરની લંડન એકેડેમી ખાતે સૌપ્રથમ ડાન્સ-એ-થોનનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂકંપથી અસરગ્રસ્ત શાળાઓના પુનઃ નિર્માણમાં મદદ કરવા નાણા એકત્ર કરવાનો ઉત્સાહપ્રેરક કાર્યક્રમ બની રહેશે. નેપાળના ધાડિંગ, નુવાકોટ અને રાસુવા વિસ્તારોમાં કુલ ૨૮૦,૦૦૦ પાઉન્ડના ખર્ચે શાળાઓના પુનઃ નિર્માણના પ્રોજેક્ટની ઓળખ કરાઈ છે.

ડાન્સ-એ-થોન ચેલેન્જમાં ૧૨ વર્ષથી નાની વય માટે બે કલાક અથવા ૧૨ વર્ષથી વધુ વય માટે પાંચ કલાકના ડાન્સિંગનો સમાવેશ થાય છે, જેમાં પ્રોફેશનલ ડાન્સર્રો દ્વારા શીખાવાતી નૃત્યની વિવિધ શૈલીઓનો અનુભવ કરવા વિશ્વયાત્રાનો પણ સમાવેશ થાય છે. ચેલેન્જમાં ભાગ લેનારાને લેટિન અમેરિકન, બાંગડા, ગાના, આફ્રિકન, લાઈન ડાન્સિંગ, હિપ હોપ, સાલસા અને ભારતીય લોકનૃત્યો દર્શાવવાની તક મળશે.

શિશુકુંજ બાળકો માટેની ચેરિટી છે, જે લંડનમાં ૩૦થી વધુ વર્ષથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિના માધ્યમ મારફત શિશુકુંજ પાંચ અને તેથી વધુ વયના બાળકોમાં નૈતિકતા અને મૂલ્યોને ઉતારવાનો પ્રયાસ કરે છે, જેથી તેઓ આવતી કાલના સમાજના જવાબદાર અને સન્માનીય નેતાઓ બની શકે.

શિશુકુંજ વિશે વધુ માહિતી મેળવવા અથવા દાન આપવા મહેરબાની કરી વેબસાઈટ https://www.shishukunj.org.uk/danceathonની મુલાકાત લેશો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter