લંડનઃ સામાજિક સંભાળ સર્વિસીસના ક્ષેત્રમાં વિશ્વસનીય અને અગ્રણી નામ AUM કેર ગ્રૂપને તેમની સારસંભાળ હેઠળ રહેલાઓ માટે સ્વતંત્રતા અને સ્વાસ્થ્યના જતનની અસામાન્ય પ્રતિબદ્ધતાવની કદર કરી ગ્લોબલ હેલ્થ એવોર્ડ્સ 2025ના સમારંભમાં ‘હોમકેર પ્રોવાઈડર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો.
AUM કેર ગ્રૂપનો અભિગમ પાયાની જરૂરિયાને પરિપૂર્ણ કરવાથી પણ આગળ વધી જાય છે. તેઓ સૌપ્રથમ વખત હોય કે જીવનને બદલી નાખનારી ઘટના પછી લોકોને સ્વતંત્ર જીવન જીવી શકાય તે માટે આત્મવિશ્વાસ, જીવન કૌશલ્યો અને આત્મગૌરવ સાથે સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એવોર્ડ સમારંભ લંડનમાં પ્રતિષ્ઠિત હાઉસ ઓફ કોમન્સમાં યોજાયો હતો, જેમાં આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા, ઈનોવેશન અને સમર્પણની ઊજવણી કરવા વિશ્વભરમાંથી અગ્રણી હેલ્થકેર ઈનોવેટર્સ અને ચેન્જમેકર્સ ઉપસ્થિત રહ્યા હતા.
ઓમ કેર ગ્રૂપના CEO અને ડાયરેક્ટર પ્રણવ વોરાએ સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘અમને આટલા આઈકોનિક સ્થળે એવોર્ડ સ્વીકારવાનું ભારે સન્માન પ્રાપ્ત થયું છે. અમારી ટીમ સારસંભાળના દરેક પાસામાં હૃદય અને આત્મા સાંકળી કામ કરે છે તે આ સન્માન પ્રતિબિંબિત કરે છે. અમે સેવા કરીએ છીએ તે દરેક વ્યક્તિ અને પરિવાર માટે અર્થસભર, આદરપાત્ર અને સંસ્કૃતિને સુસંગત સારસંભાળ અનુભવો રચવા માટે પ્રતિબદ્ધ છીએ.’