BAPSના બે વરિષ્ઠ હરિભક્તોને નેશનલ હીરોઝ એવોર્ડ્સ એનાયત

Tuesday 03rd November 2026 12:40 EST
 
 

નાઈરોબીઃ 2026માં BAPS સ્વામિનારાયણ સંસ્થાના બે સમર્પિત, સંનિષ્ઠ અને વરિષ્ઠ સભ્યો- હર્ષદભાઈ રાણાને ચેરિટી અને ફીલાન્થ્રોપી ક્ષેત્રમાં અને હિતેનભાઈ મજેવાડીઆને ઈન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન માટે નેશનલ હીરોઝ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. નાઈરોબીમાં પહેલી નવેમ્બર, રવિવારે આયોજિત સત્સંગ સભામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય પ્રિયવ્રતદાસ સ્વામીના હસ્તે બંને ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નેશનલ હીરોઝ કાઉન્સિલના સીઈઓ ચાર્લ્સ વામ્બીઆ પણ ઉપસ્થિત રહ્યા હતા. બે હરિભક્તોને આ સન્માન પ્રાપ્ત થવા બદલ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ખુશી વ્યક્ત કરી અભિનંદનના અંગત પત્રો સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. કેન્યામાં દર વર્ષે માસુજા ડે પર પ્રતિષ્ઠિત નેશનલ હીરોઝ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. નેશનલ હીરોઝ કાઉન્સિલ દ્વારા આશરે 250 વ્યક્તિઓને ધર્મ અને આધ્યાત્મિકતા, શિક્ષણ અને હેલ્થકેર, ચેરિટી અને ફીલાન્થ્રોપી, રાષ્ટ્રસેવા, કળા, સંસ્કૃતિ, સંશોધન અને ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ એવોર્ડ માટે પસંદ કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter