પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા જાણીતા આધ્યાત્મિક કથાકાર પંડિત પ્રદીપજી મિશ્રાનું 7 ઓકટોબર 2026ના રોજ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવ મહિમા પ્રવચન આપવા પધારેલા યુનાઈટેડ કિંગ્ડમની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છે. આ સ્મરણીય મુલાકાત આસ્થા ટીવીના હેમંતભાઈના કારણે શક્ય બની હતી.
GHSના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ પંડિત મિશ્રાજીનું પુષ્હારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આસ્થા ટીવીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રમોદભાઈ જોશી, આસ્થા ટીવીના વડા અને સ્કોટલેન્ડસ્થિત પતંજલિના વડા સુનિતાબહેન પોદાર પણ ઉપસ્થિત રહ્યા હતા. પંડિતજીનું પ્રેરણાદાયી શિવ મહિમા પ્રવચન સાંભળવા 300થી વધુ ભક્તો પ્રેસ્ટન મંદિરમાં એકત્ર થયા હતા.


