અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરને વિશ્વપ્રતિષ્ઠિત MONDO-DR 2025 એવોર્ડ

હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાંગ્લોબલ ઓડિયોવિઝ્યુઅલ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ અપાયો

Wednesday 15th October 2025 07:56 EDT
 
 

  અબુ ધાબીઃ યુએઈનાઅબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરને હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં ગ્લોબલ ઓડિયોવિઝ્યુઅલ (AV) ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા એવોર્ડ્ઝમાં એક MONDO-DR 2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓડિયોવિઝ્યુઅલ વિશ્વના ઓસ્કાર તરીકે ગણાવાયેલા 2025 MONDO-DR એવોર્ડ્ ઝ ફ્લોરિડાના ઓલે રેન્ડ ઓરલેન્ડો ખાતે યોજાયા હતા. મનોરંજન સ્થળો, સ્થાપત્ય લેન્ડમાર્ક્સ અને સાંસ્કૃતિક સ્થળોએ ઓડિયોવિઝ્યુઅલ ઈન્ટિગ્રેશનમાં સર્વોચિચ સિદ્ધિઓ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. BAPS હિન્દુ મંદિરમાં દર્શાવાતા ‘ધ ફેરી ટેલ’ શોને વિજેતા ઘોષિત કરાયો છે. આમ, BAPS હિન્દુ મંદિરની માત્ર આધ્યાત્મિક અને સ્થાપત્ય જ નહિ, પરંતુ પવિત્ર સ્થાનોમાં AV ડિઝાઈનના ટેકનોલોજિકલ માપદંડોની શ્રેષ્ઠતાને પણ આ એવોર્ડ થકી માન્યતા મળી છે.

આ વર્ષે એવોર્ડની હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં પ્રખ્યાત કેથેડ્રલ્સ, મસ્જિદો અને સિનેગોગ્સ સહિત વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં એન્ટ્રીઝ આવી હતી. મિડલ ઈસ્ટ્માં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ પાષાણ મંદિર તરીકે આકાર પામેલું BAPS હિન્દુ મંદિર શાંતિ અને સંવાદિતાના પ્રતીક તરીકે ખડું છે. VueAVના ટેક્નિકલ ડાયરેક્ટર એડ્રિઅન ગોલ્ડરે BAPS હિન્દુ મંદિરને સર્વસંમત એવોર્ડ અપાવા મુદ્દે જણાવ્યું હતું કે દરેક ઈમર્ઝિવ શો અને AV અનુભવ અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. ‘ધ ફેરી ટેલ’ ઈમર્ઝિવ શો BAPS હિન્દુ મંદિરને તદ્દન અલગ રીતે દર્શાવે છે. તેની સર્જનાત્મકતા, કોન્સેપ્ટ તેમજ એકતા અને આધ્યાત્મિક વિકાસનો વૈશ્વિક સંદેશો પ્રચંડ અસર ઉપજાવે છે. સ્વામી બ્રહ્મવિહારીદાસ દ્વારા લિખિત અને ઉચ્ચારિત આ શોની સ્ક્રિપ્ટના દરેક શબ્દ હૃદયને સ્પર્શે છે અને દરેકના હૃદયમાં સંવાદિતાને સ્પંદિત કરે છે. આ અનુભવ પરિવર્તનકારી છે. મંદિરના સ્વામીઓ અને નિઃસ્વાર્થ વોલન્ટીઅર્સની BAPS ટીમ દ્વારા સુંદર રીતે સર્જાયેલો ‘ધ ફેરી ટેલ’ શો રચનાત્મક વિચારો, પટકથાલેખન, વિઝ્યુલાઈઝેશન, એનિમેશન અને ચોકસાઈપૂર્વકની ડિઝાઈન્સનું સંયોજન છે.

20 વીડિયો પ્રોજેક્ટર્સના ઉપયોગથી ઓડિયન્સને સમય અને અવકાશની સફરે લઈ જવાય છે. શારજાહના રણમાં પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રથમ પ્રાર્થના (1997), પ્રેસિડેન્શિયલ પેલેસમાં યુએઈના પ્રેસિડેન્ટ નામદાર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ઉદારતા (2018), તેમજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આધ્યાત્મિક વાતાવરણમાં ભવ્ય ઉદ્ઘાટન (2024) સહિતની મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પળો આ શો થકી દર્શાવાય છે. અબુ ધાબીને સંવાદિતાના કેન્દ્ર તરીકે ગણાવવા સાથે આરંભાતા શોમાં સહિષ્ણુતા અને સંવાદિતાના મૂલ્યોના નવા આયામો ખુલે છે તેમજ વૈશ્વિક સમાવેશિતાના મંદિરના સંદેશામાં તે પ્રાણ પૂરે છે. તે સંસ્કૃતિઓના સેતુ તરીકે સમુદાયો અને રાષ્ટ્રોને એકસાથે લાવવા પ્રતિબદ્ધ છે જે આ અસાધારણ પૂજાસ્થળ માટે વૈશ્વિક માન્યતાને પ્રતિબિંબિત કરે છે.

BAPS  હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે,‘ આ એવોર્ડને પ્રાપ્ત કરવાથી અમે સન્માનિત અને વિનમ્ર બન્યા છીએ. આ બાબત કદી પણ શો ઉભો કરવા, સાઉન્ડ સિસ્ટમ્સ અથવા લાઈટિંગ પૂરતી મર્યાદિત ન હતી. આ એવા વાતાવરણની ડિજાઈન હતી જ્યાં દરેકના હૃદય તેમની કોઈ પણ પશ્ચાદભૂ વિના સાર્વત્રિક આધ્યાત્મિકતા પરિમાણ  સાથે ગાઢપણે જોડાઈ શકે. આ એવોર્ડમાં મંદિરના નિર્માર્ણમાં શાંતિ અને અખિલાઈનો સંદેશો કેવી રીતે ચાવીરૂપ પરિબળ બન્યો તેની વાત છે. વિભાજન વધતું જાય છે ત્યારે BAPS હિન્દુ મંદિર સીમાડા તોડી એકતાનો સંદેશો પ્રસરાવવા ઈચ્છે છે જેની આજની પળે તાતી જરૂરિયાત છે’. સ્વામી બ્રહ્મવિહારીદાસે સંવાદિતાની ભાવનાને ઉત્તેજન આપતા પ્રેસિડેન્ટ નામદાર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના નઅવિરત સપોર્ટ તથા યુએઈ, મિડલ ઈસ્ટ અને વિશ્વમાં સમાવેશિતા અને પ્રેમને અગ્રતા આપવાના પૂજ્ય મહંત સ્વામી મહારાજના સતત પ્રયાસો સાથેનું પ્રેરણાદાયી નેતૃત્વ યાદ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter